Malhar Thakar – Puja Joshi Wedding: ઢોલિવૂડ સુપરસ્ટાર મલ્હાર ઠાકર અભિનેત્રી પૂજા જોષી સાથે કરશે લગ્ન, સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત
મલ્હાર ઠાકર અને પૂજા જોષીની આ તસવીર ખરેખર બહુ જ ક્યૂટ છે (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- મલ્હાર ઠાકર અને પૂજા જોષી બંધાશે લગ્નના બંધનમાં
- સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બરના પહેલાં અઠવાડિયે પ્રભુતામાં પગલાં પાડશે કપલ
- મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સોશ્યલ મીડિયા પર જાહેર કરી રિલેશનશિપ
છેલ્લાં કેટલાક દિવસથી ઢોલિવૂડ (Dhollywood)માં એટલે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry)માં એક જોરદાર અફવા ઉડી હતી. આ અફવા એ હતી કે, અર્બન ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) ઇન્ડસ્ટ્રીની ક્યૂટ અને સુંદર અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi)ને પરણવાનો છે. જોકે, બન્ને સ્ટાર્સે આ અફવાઓનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે પણ આ મુદ્દે તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ મલ્હાર ઠાકર અને પૂજા જોષી બન્નેએ જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, આજે ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. કારણકે, મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ તેમના લગ્ન (Malhar Thakar – Puja Joshi Wedding)ની અનાઉન્સમેન્ટ જાતે જ સોશ્યલ મીડિયા (Social Media)ના માધ્યમથી કરી છે. આ સાથે જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, મલ્હાર અને પૂજા ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયે લગ્ન કરશે.
પૂજા જોષીએ આજે સવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ કરીને સહુને ખુશ કરી દીધા છે. પૂજા જોષીએ મલ્હાર ઠાકર સાથે કૉલાબ પોસ્ટ કરીને બન્નેની ઓફિશ્યલ રિલેશનશિપ અને લગ્નની જાહેરાત કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલ થી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ!!’ હૅશટેગમાં એમ પણ લખ્યું છે કે, `નૉટ અ ફિલ્મ અનાઉન્સમેન્ટ, ન્યુ જરની, ટુગેધરનેસ, લવ.`
ADVERTISEMENT
અહીં જુઓ પોસ્ટઃ
View this post on Instagram
આ પોસ્ટ જોઈને ફેન્સ અને સેલેબ્ઝ બધા જ બહુ ખુશ થઈ ગયા છે. પોસ્ટ પર કમેન્ટ કરતા મલ્હાર ઠાકરની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી આરોહી પટેલ (Aarohi Patel)એ લખ્યું છે કે, ‘Woohoooo???’. અભિનેત્રી ઇશા કંસારા (Esha Kansara)એ કમેન્ટ કરી છે, ‘તમને બંનેને અભિનંદન. વિશ્વની બીજી શ્રેષ્ઠ બાજુમાં તમારું સ્વાગત છે.’ આ સિવાય લેખક રામ મોરી (Raam Mori), ગાયક આમિર મીર (Aamir Mir), નંદલાલ છાંગા (Nandlal Chhanga), એક્ટર્સમાં હેમાંગ દવે (Hemang Dave), નીલમ પંચાલ (Nilam Panchal), રાગી જાની (Ragi Jani), મલ્હાર ઠાકરના ખાસ મિત્ર એવા આરતી વ્યાસ પટેલ (Aarti Vyas Patel), ડિરેક્ટર ધ્વનિ ગૌતમ (Dhwani Gautam)એ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરીને કપલને શુભેચ્છા આપી છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, મલ્હાર ઠાકર અને પૂજા જોષી આવતા મહિને એટલે કે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં લગ્ન કરશે. આ લગ્ન ધામધૂમથી હશે કે ફક્ત અંગત લોકોની હાજરીમાં જ થશે તે વિશે વધુ માહિતી નથી.
નોંધનીય છે કે, પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વૅબ સિરીઝ ‘વાત વાતમાં’ (Vaat Vaat Ma) સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કૅમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ (Veer-Isha Nu Seemant)માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.