Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ `મારણ`ની રિલીઝ ડેટ જાહેર, દર્શકોમાં ભારે ઉત્સાહ

નેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ `મારણ`ની રિલીઝ ડેટ જાહેર, દર્શકોમાં ભારે ઉત્સાહ

Published : 22 July, 2026 02:32 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

MAARAN Gujarati film release date announced: ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં `બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ` નો એવોર્ડ જીતનારી ફિલ્મ `મારણ`ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી; અભિષેક જૈનની ફિલ્મ ૩૧ જુલાઈના રોજ થિયેટર રિલીઝ માટે તૈયાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `મારણ` ફિલ્મની રિલીઝ ડેટનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `મારણ` ફિલ્મની રિલીઝ ડેટનું અનાવરણ કર્યું


રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ `મારણ` (MAARAN) ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે, જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (72nd National Film Awards)માં `બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ` નો એવોર્ડ જીતનારી આ ફિલ્મની રિલીઝ ડેટનું અનાવરણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા અમદાવાદ (Ahmedabad) ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ `મારણ` (MAARAN)ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. `સિનેમેન પ્રોડક્શન્સ` (CineMan Productions)ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રજૂ (MAARAN Gujarati film release date announced) થશે. અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મની રિલીઝ ડેટનું (MAARAN Release date announced) અનાવરણ કરવામાં આવ્યું હતું.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સિનેમાના પ્રયાસોને બિરદાવ્યા


`મારણ` ફિલ્મે તાજેતરમાં ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, ૨૦૨૬માં `બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ`નો એવોર્ડ જીતીને સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું નામ રોશન કર્યું છે. સમગ્ર ટીમને અભિનંદન આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મના સામાજિક સંદેશની સરાહના કરી હતી અને અર્થપૂર્ણ ગુજરાતી સિનેમા બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

મેકર્સને પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘હું ચોક્કસપણે આ ફિલ્મ જોવા જઈશ.’ ડિરેક્ટર અભિષેક જૈન (Abhishek Jain)એ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને આ સન્માન ગુજરાત રાજ્યને સમર્પિત કરતાં ગુજરાતી સિનેમા પ્રત્યે સરકારના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ `મારણ`ની ટીમને અભિનંદન પાઠવ્યા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ પણ રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ ઉપલબ્ધિને ગુજરાત માટે ગૌરવની બાબત ગણાવી હતી અને ફિલ્મ ઉદ્યોગ તેમજ નીતિ વિષયક વિકાસ સંબંધિત રચનાત્મક પહેલો માટે સહયોગની ખાતરી આપી હતી.

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ પણ ડિરેક્ટર અભિષેક જૈન સાથે મુલાકાત કરીને ફિલ્મની વાર્તા અને તેના ટાઈટલ પાછળના અર્થ વિશે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતી સિનેમામાં નિર્માતાના યોગદાનને બિરદાવ્યું હતું અને આ પ્રસંગે તેમનું સન્માન કર્યું હતું.

ગુજરાતી ફિલ્મ `મારણ` વિશે

અભિષેક જૈન દ્વારા નિર્દેશિત અને દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોર (Divya Mahendrabhai Thakor) દ્વારા લિખિત ફિલ્મ `મારણ`માં દીક્ષા જોશી (Deeksha Joshi), યશ સોની (Yash Soni), શ્રુહદ ગોસ્વામી (Shruhad Goswami), તર્જની ભાડલા (Tarjanee Bhadla), અભિનય બૅન્કર (Abhinay Banker), વૈશાખ રાઠોડ (Vaishakh Rathod), કુકુલ તારમાસ્તર (Kukul Tarmaster), પ્રાચી ઠાકર (Prachi Thakar) સહિતના કલાકારો જોવા મળશે.

ફિલ્મના નિર્માતા નયન જૈન (Nayan Jain), અમિત દેસાઈ (Amit Desai) અને અભિષેક જૈન છે. જ્યારે સિનેમેટોગ્રાફી પ્રતીક પરમાર (Pratik Parmar)એ કરી છે. ફિલ્મના ટેકનિકલ ટુકડીમાં કોસ્ટ્યુમ ડિઝાઈનર નિકી જોશી, પ્રોડક્શન ડિઝાઈનર શીલ ઠાકોર, એડિટર્સ ઓમકાર નિલંગે, હર્ષ આણંદણી અને દેવર્ષિ બારોટ, સાઉન્ડ ડિઝાઈનર અજીત સિંહ રાઠોડ, તથા આલાપ-પાર્થનું સંગીત અને ભાર્ગવ પુરોહિતના ગીતો સામેલ છે.

રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા બાદ, ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ `મારણ` સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતી સિનેમાના દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 02:32 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK