કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જાનકી બોડીવાલા (Janki Bodiwala) અભિનિત કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)ની ફિલ્મ ‘વશ’ (Vash)ની ચર્ચા તેનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી થઈ રહી છે. દરમિયાન આજે ફિલ્મની સ્ટારકાસ્ટે રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ ‘વશ’ ૧૭ ફેબ્રુઆરીથી થિયેટર ગજવશે.
‘વશ’ ફિલ્મની મુખ્ય અભિનેત્રી જાનકી બોડીવાલાએ ફિલ્મ રિલીઝની જાહેરાત કરતી પોસ્ટ શૅર કરી છે. સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘વશ – ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩’.
View this post on Instagram
આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે. આ સાયકૉલોજીકલ થ્રિલર ફિલ્મ છે. જાનકી સાથે ફિલ્મમાં નિલમ પંચાલ (Niilam Paanchal), હિતેન કુમાર (Hiten Kumar) અને હિતુ કનોડિયા (Hitu Kanodia) મુખ્ય ભૂમિકામાં છે.
‘વશ’ આઘાત અને આશ્ચર્યમાં ગરકાવ કરશે તેવું તેના પોસ્ટર પરથી લાગે છે. મળતી માહિતી પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં અમદાવાદમાં થયું હતું. જ્યારે ફિલ્મની જાહેરાત ગત વર્ષે જૂન મહિનામાં પોસ્ટર શૅર કરીને કરવામાં આવી હતી.
આ પણ વાંચો - નિલમ પાંચાલ : વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન સાડીમાં મન મોહી લે છે અભિનેત્રી
ફિલ્મ પ્રોડ્યુસ કૃણાલ સોનીએ કરી છે. કો-પ્રોડ્યુસર નિલય ચોટાઈ (Nilay Chotai) અને દિપેન પટેલ (Dipen Patel) છે.
નોંધનીય છે કે, આ ફિલ્મ જાનકી બોડીવાલા અને કૃષ્ણદેવ યાજ્ઞિકની ત્રીજી ફિલ્મ છે. અભિનેત્રીએ દિગ્દર્શકની સુપરહિટ ફિલ્મ છેલ્લો દિવસ (Chhello Divas) દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ગત વર્ષે તેમની ફિલ્મ ‘નાડી દોષ’ (Naadi Dosh) રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઑફિસ પર સફળતાના નવા શિખરો સર કર્યા હતા. હવે જાનકી અને કૃષ્ણદેવની આ ત્રીજી ફિલ્મ ‘વશ’ની હેટ-ટ્રિક બૉક્સ ઑફિસ પર કેવી બાઉન્ડ્રી મારે છે તેના પર પ્રેક્ષકોની નજર રહેશે.
આ પણ જુઓ - કૃષ્ણદેવ યાજ્ઞિક : અર્બન ગુજરાતી ફિલ્મોમાં નવતર પ્રયોગ કર્યા છે ફિલ્મમેકરે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જાનકી બોડીવાલા છેલ્લે ‘નાડી દોષ’માં જોવા મળી હતી. જ્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકની છેલ્લી ફિલ્મ રાડો (Raado) જે પૉલિટિકલ ડ્રામા હતી તેણે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી.