બ્રાઝિલમાં ઉમરકેદનો એક કેદી જલદીથી આ કેદમાંથી છૂટવા માટે રોજ ગાર્ડ્સથી છુપાઈને મહેનત કરતો હતો. પોતાના સેલના એક ખૂણામાંની દીવાલને રોજ તે થોડી-થોડી કોતરતો અને એનો કાટમાળ રોજના કચરા ભેગો બહાર ફેંકી દેતો.
જેલમાંથી ભાગવા પાંચ વર્ષ સુધી દીવાલ ખોતરી, ભાગ્યો તો સીધો ગાર્ડની રૂમમાં નીકળ્યો
બ્રાઝિલમાં ઉમરકેદનો એક કેદી જલદીથી આ કેદમાંથી છૂટવા માટે રોજ ગાર્ડ્સથી છુપાઈને મહેનત કરતો હતો. પોતાના સેલના એક ખૂણામાંની દીવાલને રોજ તે થોડી-થોડી કોતરતો અને એનો કાટમાળ રોજના કચરા ભેગો બહાર ફેંકી દેતો. એ ભાગને તેણે પોતાની ચાદર વડે ઢાંકીને રાખ્યો હતો. જોકે છુપાઈને આ કામ કરવાનું હોવાથી એક સુરંગ ખોદીને દીવાલને પાર કરવામાં તેને પાંચ વર્ષ લાગી ગયાં. આખરે જ્યારે તેને થયું કે હવે દીવાલ તોડીને ભાગી જઈ શકાય એમ છે ત્યારે તે એમાં ઘૂસ્યો, પરંતુ એ રસ્તો જેલની બહાર કે પ્રાંગણમાં નીકળવાને બદલે ડાયરેક્ટ ગાર્ડની રૂમમાં જ નીકળ્યો.
