Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ (GCPL)થી કલાકારોને મળશે નવું પ્લેટફોર્મ, જાણો વિગતવાર

ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ (GCPL)થી કલાકારોને મળશે નવું પ્લેટફોર્મ, જાણો વિગતવાર

30 September, 2021 02:18 PM IST | mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગથી ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવા 8 આઇઝ પ્રોડકશન પ્રાદેશિક સિનેમા જગતમાં એક નવો અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું છે.

જીસીપીએલને મલ્હાર ઠાકર અને આરોહી પટેલ પ્રમોટ કરશે

જીસીપીએલને મલ્હાર ઠાકર અને આરોહી પટેલ પ્રમોટ કરશે


ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવા 8 આઇઝ પ્રોડકશન પ્રાદેશિક સિનેમા જગતમાં એક નવો અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું છે જેનું નામ છે  GCPL(ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ). 8 આઈઝ પ્રોડક્શન હાઉસ દ્વારા ગત 10 સપ્ટેમ્બરના રોજ GCPLનો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.  GCPLનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવાનો છે. આ વિચાર ખુબ જ અલગ અને આકર્ષક બની રહેશે, કારણ કે તેમાં ગુજરાતી સીને ઉદ્યોગમાં  ટૂંકી વાર્તાઓને પ્રોત્સાહન અને નવો વેગ મળશે અને તેની સાથે જ ગુજરાતભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓ એક જ સાથે એક જ પ્લેટફોર્મ પર ઉભરીને આવશે. 

કલાકારોને મળશે નવું પ્લેટફોર્મ



8 આઈઝ પ્રોડક્શન હાઉસ એ ગુજરાતી સિનેમા ખાતે ખુબ જ પ્રચલિત નામ છે તેમના પ્રોડશન હાઉસના  બેનર હેઠળ 4 ફિલ્મ્સ અને મ્યુઝિક વિડિયોઝ નું નિર્માણ થયું છે. 8 આઈઝ પ્રોડક્શન હાઉસના સ્થાપક વિપુલભાઈ જાંબુચા એક ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવે છે, તેઓ એક  સફળ બિઝનેસમેનની સાથે એક મહાન વિચારક છે જેમને આઇપીએલના(IPL)વિચારથી પ્રેરણા મળી અને પ્રાદેશિક સિનેમામાં એક વિશિષ્ટ પ્રીમિયર લીગ તરીકે તેનો અમલ કરવાનું વિચાર્યું.  મનોરંજન ઈન્ડસ્ટ્રીના નાના-મોટા સૌ કલાકારો, કસબીઓને એક મોટું પ્લેટફોર્મ કે તક પુરી પાડી શકાય અને અચાનક આવી પડેલા આ મહામારીના સમયમાં સાથે મળીને ઉભા કરી શકાશે. જીસીપીએલ ગુજરાતી સીને ઉદ્યોગમાં ઘણા નવા અને મહત્વાકાંક્ષી કલાકારોની પ્રતિભા દર્શાવવા માટેનું શ્રેષ્ઠ  મંચ બની રહેશે.


                                                                                              ગુજરાત સિનેમા પ્રીમિયમ લીગનો લોગો

8 પ્રોડક્શન હાઉસ 8 અલગ ટીમ તરીકે ભાગ લેશે


ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને આરોહી પટેલ  GCPL(જીસીપીએલ)નાં આ અનોખા વિચારને પ્રમોટ કરી રહ્યા છે. જીસીપીએલના આ પ્લેટફોર્મ થકી ફિલ્મ મેકર્સ અને આર્ટિસ્ટને પોતાની પ્રતિભાને નેશનલ તથા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર રજુ કરવાની તક મળશે. જીસીપીએલ આ ઇવેન્ટ માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રોડક્શન હાઉસને ભાગ લેવા માટે આમંત્રિત કરશે. જીસીપીએલમાં કુલ 8 પ્રોડક્શન હાઉસ 8 અલગ ટીમ તરીકે ભાગ લેશે જેમાં કુલ 4 રાઉન્ડ રહેશે. 

આ 8 પ્રોડક્શન હાઉસને તેમની શોર્ટ ફિલ્મ માટે માત્ર જીસીપીએલના માધ્યમથી 300થી વધારે આર્ટિસ્ટ અને ટેક્નિશિયનમાંથી ઑક્શન દ્વારા 8 મેમ્બરની ટીમ બનાવવાની રહેશે. જેમાં એક્ટર્સ, ડિરેક્ટર, રાઇટર, સિનેમેટોગ્રાફર, એડિટર, મ્યુઝિક ડિરેક્ટર તથા સિંગરનો સમાવેશ થશે. જીસીપીએલના માધ્યમથી એક ઓક્શન ઇવેન્ટ દ્વારા 8 અલગ અલગ શહેરોની ટીમ બનશે અને તેઓ 30 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવશે. આ આખી ઇવેન્ટમાં કુલ 20 ફિલ્મોનું નિર્માણ થશે જેમાં અલગ અલગ વિષય આધારિત ફિલ્મો બનીને તૈયાર થશે. 

ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગના અંતે એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવશે જેમાં આખી સીઝન દરમિયાનના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઇટર, બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ ફિલ્મ તથા 4 રાઉન્ડના અંતે જીતનારા પ્રોડક્શનને સર્વ શ્રેષ્ઠ પ્રોડક્શન હાઉસના ખિતાબથી નવાજવામાં આવશે. 

જીસીપીએલના જ્યુરી અને જજના પેનલમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ વ્યક્તિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નામી વ્યક્તિઓ હાજર રહેશે. ગુજરાતી સિનેમાના જાણીતા તથા ઉભરતી પ્રતિભાઓને એક જ સાથે પ્લેટફોર્મ પૂરું પાડે તેવું એક અનોખો પ્રયાસ જીસીપીએલ દ્વારા શરુ કરવામાં આવ્યો છે. જીસીપીએલ સીઝન વનની શરૂઆત નવેમ્બર 2021થી થશે અને 4 રાઉન્ડ લાંબી ચાલશે જે આશરે ફ્રેબ્રુઆરી 2022માં પુરી થશે અને માર્ચ 2022માં એક ગ્રાન્ડ એવોર્ડ ફંક્શનથી તેની પૂર્ણાહુતિ થશે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2021 02:18 PM IST | mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK