સાત ફેરા લેતાં સાથીને સત્ય બોલવાનું વચન આપતો કોઈ ચોક્કસ ફેરો હોતો નથી. સાચું બોલવું અને સારું કરવું એક સામાન્ય બાબત માનવામાં આવે છે. પણ જો તમારી પત્ની અથવા પતિને તમારો ફોન ચેક કરવાનું કહેવામાં આવે તો? જીવથી વાહલા આપના ફૉનમાં આપણાં રાઝ છૂપાયેલા હોય છે અને રાઝ જ્યારે બહાર આવે તો વિમાસણ સાથે હાસ્યની ફુલઝર ઉઠે છે! આવી જ ગમ્મતનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ફિલ્મ "ખેલ ખેલ મેં". ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથેના આ એક્સ્ક્લુઝીવ ઇન્ટરવ્યૂમાં જાણો ખેલ ખેલ મેંની કસ્ટની વાતો, ફિલ્મ દરમ્યાન તેમનો અનુભવ અને આવું તો ઘણું બધું.














