Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણમાં રાવણનો અંગ્રેજી અવાજ બન્યો છે ઍક્ટર મોહન કપૂર

રામાયણમાં રાવણનો અંગ્રેજી અવાજ બન્યો છે ઍક્ટર મોહન કપૂર

Published : 10 August, 2026 09:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’ના અંગ્રેજી ટ્રેલરમાં યશના રાવણ પાત્રના ભારેખમ અવાજે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ અવાજ યશનો નહીં પરંતુ જાણીતા અભિનેતા મોહન કપૂરનો છે, જેમણે રાવણના પાત્રને વધુ પ્રભાવશાળી બનાવ્યું છે.

મોહન કપૂર

મોહન કપૂર


રામાયણ’નું અંગ્રેજી ટ્રેલર રિલીઝ થતાં જ ચર્ચામાં છવાઈ ગયું છે. આ ટ્રેલરમાં ‘રાવણ’ની ભૂમિકા ભજવી રહેલા યશના ગુંજતા અને રોબદાર અવાજે લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. શરૂઆતમાં અનેક દર્શકોને લાગ્યું હતું કે આ અવાજ ખુદ યશનો છે, પણ હકીકતમાં આ અંગ્રેજી સંવાદોની પાછળ જાણીતા ઍક્ટર મોહન કપૂરની કળા છુપાયેલી છે.
ટ્રેલરમાં યશના લંકાપતિ રાવણના પાત્રને પોતાનો ભારેખમ અને પ્રભાવશાળી અંગ્રેજી અવાજ આપનાર કલાકાર અભિનેતા મોહન કપૂર છે. પોતાના આગવા ગંભીર અવાજ અને બહુમુખી અભિનયશૈલી માટે જાણીતા મોહન કપૂરે રાવણનાં દૃશ્યોને અત્યંત પ્રભાવશાળી અને ભયાવહ બનાવી દીધાં છે. તેના અવાજમાં રહેલી ઊંડાઈ અને ટોન યશની સ્ક્રીન-પ્રેઝન્સ તથા તેના વિશાળકાય ગેટઅપ સાથે સંપૂર્ણ રીતે મૅચ થઈ જાય છે. આ વૉઇસ-ઓવરે રાવણના પૌરાણિક અને શક્તિશાળી પાત્રની ભવ્ય શરૂઆતને વધુ મજબૂત બનાવી છે. ગ્લોબલ કન્ટેન્ટ અને હૉલીવુડ ફિલ્મોના શોખીન દર્શકો માટે મોહન કપૂરનો ચહેરો અને તેનો અવાજ નવો નથી. તેણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સિનેમાનું નામ રોશન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK