બ્રિટનની એક એન્જિનિયર રુથ ઍમોસે વિશ્વનું સૌથી મોટું હેર-ડ્રાયર બનાવ્યું છે. એની લંબાઈ છે પાંચ ફુટ અને ૯ ઇંચ, જ્યારે ઊંચાઈ છે પાંચ ફુટ અને ૩ ઇંચ. સામાન્ય હેર-ડ્રાયર કરતાં અનેકગણું મોટું હોવા છતાં એ વાળ સૂકવવાનું જ કામ કરે છે.
સૌથી મોટું હેર-ડ્રાયર
બ્રિટનની એક એન્જિનિયર રુથ ઍમોસે વિશ્વનું સૌથી મોટું હેર-ડ્રાયર બનાવ્યું છે. એની લંબાઈ છે પાંચ ફુટ અને ૯ ઇંચ, જ્યારે ઊંચાઈ છે પાંચ ફુટ અને ૩ ઇંચ. સામાન્ય હેર-ડ્રાયર કરતાં અનેકગણું મોટું હોવા છતાં એ વાળ સૂકવવાનું જ કામ કરે છે. રુથને તેના મિત્ર શૉન બ્રાઉનની સાથે મળીને આ હેર-ડ્રાયર બનાવતાં ૩ વીક લાગ્યા હતા. રુથે કંઈક અવનવું બનાવવા માટે પોતાની યુટ્યુબ ચૅનલ પર બાળકો પાસેથી સજેશન્સ માગ્યાં હતાં. ચારથી ૧૧ વર્ષનાં બાળકોએ નવાં ઇનોવેશન્સ માટે ૫૦૦૦થી વધુ સજેશન્સ આપ્યાં હતાં. એમાંથી રુથે હેર-ડ્રાયર બનાવવાનું પસંદ કર્યું હતું. એમાં ૫૦૦૦ વૉટની બૅટરી છે અને એમાં બે મોટાં હીટર લગાવવામાં આવ્યાં છે. સાઇઝની સાથે એનું વજન પણ જબરું વધારે છે. લગભગ ૮૦ કિલો વજન ધરાવતા આ હેર-ડ્રાયરને ઊંચકવા અને ઑપરેટ કરવા માટે બે જણની જરૂર પડે છે.
