Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Tiger Shroff Firing Case: હૉટલમાં હથિયારના ટેસ્ટિંગ દરમિયાન આરોપીઓથી ભૂલમાં ગોળી છૂટી હતી, પછી....

Tiger Shroff Firing Case: હૉટલમાં હથિયારના ટેસ્ટિંગ દરમિયાન આરોપીઓથી ભૂલમાં ગોળી છૂટી હતી, પછી....

Published : 22 October, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Tiger Shroff Firing Caseમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે મુંબઈમાં ગોળીબાર કરતાં પહેલાં સાગરીતોએ મુંબઈની પાસે આવેલ એક નિર્જન વિસ્તારમાં જઈને ગોળીબાર કરવાની પ્રેક્ટિસ કરી હતી

ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ


એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff Firing Case)ની કાર પર થયેલ ફાયરિંગ કેસમાં રોજ નવી અપડેટ્સ સામે આવી રહી છે. જેમ જેમ પોલીસતપાસ આગળ વધી રહી છે તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં અત્યાર સુધી પોલીસે ટોટલ ૧૦ આરોપીઓને અટકાયતમાં લીધા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓ ઋતિક, રેહાન અને ફૂલ સિંહે કબૂલ્યું છે કે ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો એ પહેલાં તેઓ બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારોના ઘરની રેકી કરી હતી. આ યાદીમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, સલમાન ખાન, આમીર ખાન અને અક્ષય કુમાર જેવા મોટા અભિનેતાઓના નામ પણ સામે આવ્યા છે. આ તમામ એક્ટર્સના ઘરની રેકી કરીને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ કબૂલ્યું હતું કે આ તમામ દિગ્ગજ કલાકારોના નિવાસસ્થાને કડક સુરક્ષા વ્યવસ્થા હોવાને કારણે તેઓ પોતાનું મકસદ પૂરું કરી શક્યા નહોતા અને એટલે જ છેલ્લે તેઓએ ટાઉગર શ્રોફને ટાર્ગેટ બનાવ્યો હતો.

હૉટલમાં ભૂલમાં ફાયરિંગ થઈ ગયું હતું



આ કેસ (Tiger Shroff Firing Case)માં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે મુંબઈમાં ગોળીબાર કરતાં પહેલાં સાગરીતોએ મુંબઈની પાસે આવેલ એક નિર્જન વિસ્તારમાં જઈને ગોળીબાર કરવાની પ્રેક્ટિસ કરી હતી. જે જગ્યાએ આ પ્રેક્ટિસ કરાઇ હતી એની ઈન્ફર્મેશન પોલીસે મેળવેલ છે. આ સાથે જ  એવો પણ ખુલાસો થયો છે કે અંધેરીની હૉટલમાં રોકાણ દરમિયાન સાગરીતોએ જ્યારે હથિયાર તપાસ્યા હતા તે સમયે ભૂલમાં રાઉન્ડ ફાયર થયો ગયો હતો. અને ગોળી સીધી હૉટલની રૂમના બેડ પર વાગી હતી. જોકે આ ઘટના હૉટલના કોઈ કર્મચારીઓના ધ્યાનમાં આવી નહોતી. હવે પોલીસે આ હૉટલની વિગત મેળવીને તપાસ કરવાનું બીડું ઝડપ્યું છે.


પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાઓ (Tiger Shroff Firing Case)માં એવું પણ સામે આવ્યું છે કે આ બે જુદા મોબાઈલ ફોન વાપરવામાં આવ્યા હતા. જ્યારે સાગરીતોએ ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કર્યું ત્યાર પછી મોબાઈલ ફોન ફેંકી દીધા હતા, જે હવે પોલીસ શોધવાનો પ્રયાસ કરી રહી છે. એવો પણ ખુલાસો થયો છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ સાગરીતોને માટે કેનેડામાં રહેવાની વ્યવસ્થાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો એટલે તેઓ મુંબઈથી દિલ્હી થઈને ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. પણ દિલ્હી જતી વેળાએ જ પોલીસે તેઓને દબોચી લીધા હતા.

ટાઇગર શ્રોફ (Tiger Shroff Firing Case)ની કાર પર થયેલ ફાયરિંગ બાદ એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. તે ક્લિપની પણ પંજાબ અને દિલ્હી પોલીસ દ્વારા અગાઉથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા વ્યક્તિઓના રેકોર્ડિંગ્સના ડેટાબેઝ સાથે સરખામણી કરીને તપાસ કરવામાં આવશે. 


 

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK