Yash Chopra Foundationને હિન્દી ફિલ્મ ઉદ્યોગના કામદારોના બાળકોને મીડિયા સ્કોલરશિપ પ્રોગ્રામ દ્વારા સશક્ત બનાવ્યાં છે.
લાભાન્વિત વિદ્યાર્થીઓ
યશ ચોપડા ફાઉન્ડેશને (Yash Chopra Foundation) હિન્દી ફિલ્મ ઉદ્યોગના કામદારોના બાળકોને મીડિયા સ્કોલરશિપ પ્રોગ્રામ દ્વારા સશક્ત બનાવ્યાં છે. યશરાજ ફિલ્મ્સનો એક ભાગ એવા યશ ચોપડા ફાઉન્ડેશન (વાયસીએફ), છેલ્લા પાંચ દાયકાઓથી વાયઆરએફને અપાર પ્રેમ આપનારા સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા યશ ચોપડાના વિઝનને આગળ ધપાવીને હિન્દી ફિલ્મ ઉદ્યોગને કશુક આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યશ ચોપડાની 92મી જયંતી પર શરૂ કરવામાં આવેલા વાયસીએફ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ, ફાઉન્ડેશન (Yash Chopra Foundation) હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગના દૈનિક વેતન કામદારોનાં બાળકોને મીડિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સ્કોલરશિપ આપી રહ્યું છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક સ્તરે માસ કોમ્યુનિકેશન, ફિલ્મ નિર્માણ, પ્રોડક્શન અને ડીરેક્શન, વિઝ્યુઅલ આર્ટ્સ, સિનેમેટોગ્રાફી અને એનિમેશન જેવા વિષયો માટે ઉપલબ્ધ છે.
ફાઉન્ડેશનના ઓફિશિયલ પેઈજ પર એક પોસ્ટ પણ જારી કરાઈ છે. જેમાં લખાયું છે કે – “સપનાને સશક્ત બનાવવું, વારસાનું સન્માન કરવું... યશ ચોપડા ફાઉન્ડેશન (Yash Chopra Foundation) વાયસીએફ. મીડિયા સ્કોલરશિપ પ્રોગ્રામ દ્વારા હિન્દી ફિલ્મ સાથે જોડાયેલાઓને કશુક રીટર્ન આપવાનો પ્રયાસ કરે છે”
આ વર્ષે કડક પસંદગીપ્રક્રિયા બાદ નીચેના પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છેઃ
વિપુલ કુમાર પ્રજાપતિ- બી. એ. ઇન ફિલ્મ, ટેલિવિઝન અને ન્યૂ મીડિયા પ્રોડક્શન, અથર્વા કોલેજ, મુંબઈ
પ્રીતિ યાદવ- બી. એ. ઇન મલ્ટિમીડિયા અને માસ કોમ્યુનિકેશન (બીએએમએમસી) એમવીએલયુ કોલેજ, મુંબઈ
ભૂમિકા ગુપ્તા- બી. એ. ઇન મલ્ટિમીડિયા અને માસ કોમ્યુનિકેશન (બીએએમએમસી) સેન્ટ પોલ્સ કોલેજ ફોર વિમેન
આદિત્ય અર્જુન યાદવ- બી.એસસી. ઇન એનિમેશન એન્ડ વીએફએક્સ, ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, મુંબઈ
રઘુજીત ગુપ્તા- એમ.એ. માસ કોમ્યુનિકેશન- ફિલ્મ, ટેલિવિઝન અને ન્યૂ મીડિયા, દેવી પ્રસાદ ગોએન્કા મેનેજમેન્ટ કોલેજ ઓફ મીડિયા સ્ટડીઝ
આ પહેલ દ્વારા વાયસીએફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પડદા પાછળમાં કલાકારો જેમ કે લાઇટમેન, સ્પોટબોય, ટેકનિશિયન, એડિટર અને તેમના પરિવારોને તેમનાં બાળકોના શૈક્ષણિક સપનાં અને કારકિર્દીને ટેકો આપીને સન્માનિત કરે છે.
યશરાજ ફિલ્મ્સના સીઇઓ અક્ષય વિધાનીએ જણાવ્યું હતું કે, "યશજીએ હંમેશા કંપનીને હિન્દી ફિલ્મ ઉદ્યોગને કશુંક પાછું આપીને ઋણ અદા કરવા માટે પ્રેરણા આપી હતી અને અમે દર વર્ષે તેમના વિઝનનું સન્માન કરીએ છીએ. વાયસીએફ સ્કોલરશિપ પ્રોગ્રામ લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને મહત્વપૂર્ણ મેન્ટોરશિપ આપીને મીડિયા અને સિનેમામાં કારકિર્દી બનાવવાની તક આપે છે. અમે આશા રાખીએ છીએ કે આ પહેલ સાથે ફિલ્મ ઉદ્યોગના ઘણા વધુ યુવાનો તેમનાં સપનાને સાકાર કરી શકશે"
આગામી તબક્કા માટેની અરજીઓ ૨૦૨૬ની શરૂઆતમાં ફરી ઓપન થશે. (Yash Chopra Foundation) લાયક વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે અને ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્યને સાકારવાની દિશામાં ડગ માંડી શકે છે.
