ઍક્ટ્રેસે કહ્યું કે હું તેમને ડિરેક્ટર તરીકે બહુ પસંદ કરતી હતી, એનાથી વિશેષ કાંઈ નહોતું. એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે બૉલીવુડની ઘણી રસપ્રદ વાત કરી હતી અને જણાવ્યું હતું કે એક સમયે યશ ચોપડાએ મને લગભગ ૧૦૦૦ વખત પ્રપોઝ કર્યું હતું.
યશ ચોપડાએ અને મુમતાઝ
મુમતાઝની ગણતરી એક સમયે બૉલીવુડની ટોચની હિરોઇનોમાં થતી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે બૉલીવુડની ઘણી રસપ્રદ વાત કરી હતી અને જણાવ્યું હતું કે એક સમયે યશ ચોપડાએ મને લગભગ ૧૦૦૦ વખત પ્રપોઝ કર્યું હતું, પણ મેં તેમની સાથે લગ્ન કરવાનું પસંદ નહોતું કર્યું.
પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં મુમતાઝે કહ્યું હતું કે ‘યશ ચોપડા એ સમયે તેમના મોટા ભાઈ બી. આર. ચોપડાના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. અમે અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું હતું, પણ મને તેમની તરફ ક્યારેય આકર્ષણ નહોતું થયું. તેમણે મને અલગ-અલગ રીતે લગભગ ૧૦૦૦ વખત લગ્ન માટે પૂછ્યું હતું, પણ હું માનું છું કે લગ્ન જેવી ક્લોઝ રિલેશનશિપ માટે એક ખાસ પ્રકારની નિકટતા હોવી જોઈએ, એક કેમિસ્ટ્રી હોવી જોઈએ. અમારી વચ્ચે આવી કોઈ કેમિસ્ટ્રી નહોતી એટલે મેં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.’
યશ ચોપડા સાથેના સંબંધો વિશે મુમતાઝે કહ્યું હતું કે ‘હું તેમને ડિરેક્ટર તરીકે બહુ પસંદ કરતી હતી, એનાથી વિશેષ કાંઈ નહોતું. એક વ્યક્તિ તરીકે તેઓ બહુ શાનદાર હતા. તેઓ આસપાસ હોય તો વાતાવરણ બહુ પૉઝિટિવ અને હળવું બની જતું. તેમના નિધન વખતે હું બહુ રડી હતી. એ સમયે હું લંડનમાં હતી. તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે મારે તેમની નવી ફિલ્મ જોવાની છે. મેં હા પણ પાડી હતી. જોકે એ પહેલાં તેમનું નિધન થયું હતું.’મુમતાઝની ગણતરી એક સમયે બૉલીવુડની ટોચની હિરોઇનોમાં થતી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે બૉલીવુડની ઘણી રસપ્રદ વાત કરી હતી અને જણાવ્યું હતું કે એક સમયે યશ ચોપડાએ મને લગભગ ૧૦૦૦ વખત પ્રપોઝ કર્યું હતું, પણ મેં તેમની સાથે લગ્ન કરવાનું પસંદ નહોતું કર્યું.
પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં મુમતાઝે કહ્યું હતું કે ‘યશ ચોપડા એ સમયે તેમના મોટા ભાઈ બી. આર. ચોપડાના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. અમે અનેક પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું હતું, પણ મને તેમની તરફ ક્યારેય આકર્ષણ નહોતું થયું. તેમણે મને અલગ-અલગ રીતે લગભગ ૧૦૦૦ વખત લગ્ન માટે પૂછ્યું હતું, પણ હું માનું છું કે લગ્ન જેવી ક્લોઝ રિલેશનશિપ માટે એક ખાસ પ્રકારની નિકટતા હોવી જોઈએ, એક કેમિસ્ટ્રી હોવી જોઈએ. અમારી વચ્ચે આવી કોઈ કેમિસ્ટ્રી નહોતી એટલે મેં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.’
યશ ચોપડા સાથેના સંબંધો વિશે મુમતાઝે કહ્યું હતું કે ‘હું તેમને ડિરેક્ટર તરીકે બહુ પસંદ કરતી હતી, એનાથી વિશેષ કાંઈ નહોતું. એક વ્યક્તિ તરીકે તેઓ બહુ શાનદાર હતા. તેઓ આસપાસ હોય તો વાતાવરણ બહુ પૉઝિટિવ અને હળવું બની જતું. તેમના નિધન વખતે હું બહુ રડી હતી. એ સમયે હું લંડનમાં હતી. તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે મારે તેમની નવી ફિલ્મ જોવાની છે. મેં હા પણ પાડી હતી. જોકે એ પહેલાં તેમનું નિધન થયું હતું.’