Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જના ધમાકેદાર ક્લાઇમૅક્સમાં વપરાયું હતું ૫૦૦ લીટર પેટ્રોલ અને અનેક કિલો વિસ્ફોટક સામગ્રી

ધુરંધર : ધ રિવેન્જના ધમાકેદાર ક્લાઇમૅક્સમાં વપરાયું હતું ૫૦૦ લીટર પેટ્રોલ અને અનેક કિલો વિસ્ફોટક સામગ્રી

Published : 02 May, 2026 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદિત્ય ધર વિસ્ફોટનાં દૃશ્યોમાં સ્પેશ્યલ ઇફેક્ટનો ઉપયોગ કરવા માગતો નહોતો. તેણે બધાને સંપૂર્ણ ક્રીએટિવ સ્વતંત્રતા આપી હતી.’

ધુરંધર : ધ રિવેન્જનો ધમાકેદાર ક્લાઇમૅક્સ

ધુરંધર : ધ રિવેન્જનો ધમાકેદાર ક્લાઇમૅક્સ


‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝને હવે ૪૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ દર્શકોના મનમાં હજી પણ ફિલ્મની જબરદસ્ત ઍક્શન અને ધમાકેદાર સીનની છાપ સચવાયેલી છે. ફિલ્મના ક્લાઇમૅક્સમાં દેખાડવામાં આવેલા વિશાળ ટૅન્કર-વિસ્ફોટનું દૃશ્ય આજે પણ ચર્ચામાં છે. હાલમાં ફિલ્મના સ્પેશ્યલ ઇફેક્ટ સુપરવાઇઝર વિશાલ ત્યાગીએ આ ક્લાઇમૅક્સ સીનના શૂટ વિશે ખુલાસો કર્યો કે આ સીન સંપૂર્ણપણે અસલી હતો અને એમાં કોઈ પણ પ્રકારની ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ શૂટનો અનુભવ જણાવતાં વિશાલ ત્યાગીએ કહ્યું હતું કે ‘ક્લાઇમૅક્સના ઍક્શન સીન માટે ૫૦૦ લીટર પેટ્રોલ અને અનેક કિલો વિસ્ફોટક સામગ્રીની જરૂર પડી હતી. આ બધાની વચ્ચે રણવીર સિંહે સંપૂર્ણ નિર્ભયતાથી પોતાનો શૉટ આપ્યો હતો. આદિત્ય ધર વિસ્ફોટનાં દૃશ્યોમાં સ્પેશ્યલ ઇફેક્ટનો ઉપયોગ કરવા માગતો નહોતો. તેણે બધાને સંપૂર્ણ ક્રીએટિવ સ્વતંત્રતા આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK