Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Vaccine War ફિલ્મની જાહેરાત સાથે જ અનુપમ ખેર થયા ટ્રોલ, જાણો યુઝર્સે કેવી કરી ટિપ્પણી

The Vaccine War ફિલ્મની જાહેરાત સાથે જ અનુપમ ખેર થયા ટ્રોલ, જાણો યુઝર્સે કેવી કરી ટિપ્પણી

02 January, 2023 02:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ફિલ્મ પણ વિવેક અગ્નિહોત્રી બનાવી રહ્યાં છે. એવામાં ફિલ્મને લઈ લોકો અનુપમ ખેરને ટ્રોલ કરી રહ્યાં છે.

તસવીર સૌજન્ય: અનુપમ ખેર ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: અનુપમ ખેર ઈન્સ્ટાગ્રામ


વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ જ્યારથી ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બનાવી ત્યારથી તે ચર્ચામાં રહ્યાં છે. અને આજ સુધી પણ આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. પરંતુ હવે બીજી એક ફિલ્મ ચર્ચામાં આવી છે, આ ફિલ્મ છે `ધ વેક્સિન વૉર` (The Vaccine War). આ ફિલ્મને પણ વિવેક અગ્નિહોત્રી બનાવી રહ્યાં છે. ફિલ્મને લઈ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)એ એક ટ્વિટ કર્યુ છે, જે હાલમાં ખુબ ચર્ચામાં છે. 

જી હા, અનુપમ ખેરે આ ફિલ્મની જાહેરાત કરતાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે શૂટિંગ ક્લૈપ સાથે દેખાયા છે. અનુપમ ખેરે તસવીર શેર કરતાં લખ્યું છે, "મારી 534મી ફિલ્મની ઘોષણા!#TheVaccineWar,વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ. આકર્ષક અને પ્રેરણાદાયક! જય હિન્દ!"



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)


અનુપ ખેરે ફિલ્મ વિશે જેવી પોસ્ટ કરી કે તરત જ તેના પર વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. કેટલાક યુર્ઝસ આ ફિલ્મને લઈ ઉત્સાહિત જોવા મળ્યા તો કેટલાકે નિંદા કરી છે. અનુપમ ખેરની આ પોસ્ટ પર અમુક લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. 


આ પણ વાંચો:વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’ અગિયાર ભાષામાં થશે રિલીઝ

એક યુઝરે લખ્યું, "ચલો વધુ એક Propogenda film..મને આશા છે કે તમને બહુ જલદી ભારતરત્ન મળશે." આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું,"કેટલી પ્રોપગેંડા ફિલ્મ બનાવશો, એકથી મન નથી ભર્યુ." જ્યારે બીજા યુઝરે કહ્યું કે `કાશ્મીર ફાઈલ્સના પૈસા ખૂટી રહ્યાં છે?` જોકે આવી વિવિધ ટિપ્પણી પર ના તો અનુપમ ખેરે કોઈ પ્રતિક્રિયા આપી છે કે ના તો વિવેક અગ્નિહોત્રીએ. 

`ધ વેક્સિન વૉર` ફિલ્મ કેવી હશે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ ફિલ્મની પોસ્ટને લઈ અનુપમ ખેરને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ વખતે ભારે હોબાળો મચ્યો હતો. ફિલ્મની કહાનીને એકતરફી દર્શાવવામાં આવી હોવાના આક્ષેપ પર ઘણા લોકોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે અભિનેતા અનુપમ ખેર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતાં.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK