આ ફિલ્મને તેની વાઇફ પલ્લવી જોશી પ્રોડ્યુસ કરવાની છે.
વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’ અગિયાર ભાષામાં રિલીઝ થવાની છે. આ પહેલી એવી ફિલ્મ છે જે એકસાથે આટલી ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મને તેની વાઇફ પલ્લવી જોશી પ્રોડ્યુસ કરવાની છે. ફિલ્મનું ટાઇટલ વિવેકે સોશ્યલ મીડિયામાં જાહેર કર્યું છે. ફિલ્મમાં લીડ રોલ કોણ ભજવશે એ વિશે જાહેર નથી કરવામાં આવ્યું. કોવિડ રિસર્ચ દરમ્યાન તેમને જાણ થઈ કે દેશના સાયન્ટિસ્ટ્સે વિદેશી એજન્સીઓની સાથે-સાથે આપણા દેશના લોકો સાથે પણ લડાઈ લડવી પડી હતી. આથી આ વિષય પર ફિલ્મ બનાવી રહેલાં વિવેક અગ્નિહોત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી, ‘જાહેરાત : અહીં ‘ધ વૅક્સિન વૉર’ની અદ્ભુત સ્ટોરી રજૂ કરીએ છીએ, જેના વિશે તો તમને પણ જાણ નહીં હોય કે ભારતે કેવી લડત લડી છે. વિજ્ઞાન, હિંમત અને ભારતના અમૂલ્ય આદર્શો સાથે જીત મેળવી હતી. આ ફિલ્મ અગિયાર ભાષામાં ૨૦૨૩ના સ્વતંત્રતા દિને રિલીઝ થવાની છે. અમને તમારા આશીર્વાદની જરૂર છે.’


