રાખી સાવંત (Rakhi Sawant)હાલ દુબઈમાં છે. જોકે તે તેની પર્સનલ લાઈફમાં લગ્નને લઈ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એવામાં એક પોસ્ટ દ્વારા તે મુંબઈ પોલીસ (Mumbai Police) પર પણ ભડકી છે...
રાખી સાવંત
રાખી સાવંત(Rakhi Sawant)આ દિવસોમાં એકદમ ચોંકી ગઈ છે. રાખી હાલમાં તેની ડાન્સ એકેડમી માટે દુબઈ (Dubai)માં છે. તેણીએ તેના પતિ આદિલ ખાન દુર્રાનીના કેસ પર ચાહકોને નવી અપડેટ આપવા માટે Instagram Liveનો સહારો લીધો. રાખીએ લાઈવ વીડિયોમાં કહ્યું કે તેની માતાના અવસાનને એક મહિનો જ થયો છે ત્યાં તેમની પાસે વધુ ખરાબ સમાચાર આવ્યાં છે. તેણે કહ્યું, `આદિલે ઈરાની છોકરીને ફોન કર્યો હતો જેના પર તેણે કથિત રીતે બળાત્કાર કર્યો હતો. તેણે તેને કહ્યું હતું કે રાખીને છૂટાછેડા આપ્યા પછી તે તેની સાથે લગ્ન કરશે. તેણે આગળ તેણીને તેની સામેનો કેસ પડતો મૂકવા કહ્યું હતું.
રાખી સાવંતે આગળ કહ્યું, `આદિલ, તું મૂર્ખ છે, ખોટું કરી રહ્યો છે. તે તમે દરેક સ્ત્રીને આવું કહીને જ ફસાવી છે. તમે મહિલાઓને મૂર્ખ બનાવવાનું બંધ કરો. બીજી સ્ત્રી તમારી સાથે કેવી રીતે લગ્ન કરશે? હુ નહીં આપુ તમને છૂટાછેડા. વીડિયોમાં આગળ રાખી સાવંત અકળાઈ ગઈ અને રડવા લાગી હતી. રડતાં રડતાં તેણીએ કહ્યું કે `તમે મને કેટલો ત્રાસ આપશો? તેં મારા દિલને તો મારી નાખ્યું છે, જિંદગીને પણ મારશો? તમે મને માનસિક અને શારીરિક રીતે બરબાદ કરી છે. પરંતુ મારી પાસે મારી માતા અને ભગવાનના આશીર્વાદ છે. તમે જેટવી વાર પાડશો એટલી વાર હું હિંમતથી ઉઠીશ.
ADVERTISEMENT
View this post on Instagram
રાખીએ મુંબઈ પોલીસ (Mumbai Police) પર સવાલ ઉઠાવ્યા છે
આટલું જ નહીં, રાખીએ ખુલાસો કર્યો કે કેવી રીતે તે ઓશિવારા પોલીસથી ખૂબ જ નાખુશ છે, જ્યાં તેણીએ આદિલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેણીએ કહ્યું, `હું તેને આદિલના ફોન વિશે પૂછતી રહી... હું ચીસો પાડીને કંટાળી ગઈ. મને દુઃખ થાય છે તેઓએ મારા બેંક સ્ટેટમેન્ટ અને મારી પાસેથી આદિલે લીધેલા પૈસા વિશે કોઈ તપાસ ના કરી. તમે કંઈ ના કર્યુ.. અને ઉપરાંત એને મુક્ત છોડી દીધો. તેની સામે કોર્ટમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહીં. તમે સેલિબ્રિટીને ન્યાય ન આપી શક્યા, સામાન્ય માણસ તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકે? દરેક માનવીને - પછી તે ખાકી હોય કે ખાદી, આ ભોગવવું પડે છે.`
વિશ્વભરમાં ડાન્સ એકેડમી ખુલશે
વીડિયોમાં બધો બળાપો વ્યક્ત કર્યા બાદ અંતે, રાખીએ આદિલ પર બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને વિશ્વભરમાં ડાન્સ એકેડમી ખોલવા વિશે પણ જાહેરાત કરી.

