Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > તાકામાકા રમઃ સેશેલ્સની આ મદિરા અને તેની ડિસ્ટિલરીની મુલાકાતનો નશો જોરદાર

તાકામાકા રમઃ સેશેલ્સની આ મદિરા અને તેની ડિસ્ટિલરીની મુલાકાતનો નશો જોરદાર

Published : 14 August, 2026 02:19 PM | Modified : 14 August, 2026 02:36 PM | IST | Seychelles
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

માહે ટાપુ પર આવેલું લા પ્લેન સેન્ટ આન્દ્રે માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ સેશેલ્સની ખાસ રમ બનાવવાની પરંપરાને જીવંત રાખતી તાકામાકા રમ ડિસ્ટિલરી માટે પણ જાણીતું છે.

તાકામાકા રમ ડિસ્ટિલરીની મુલાકાત દરમિયાનની તસવીરોનો કૉલાજ

તાકામાકા રમ ડિસ્ટિલરીની મુલાકાત દરમિયાનની તસવીરોનો કૉલાજ


સેશેલ્સનું નામ સાંભળતાં જ આંખો સામે સફેદ રેતીવાળા દરિયાકિનારા, વાદળી સમુદ્ર અને હરિયાળાં ટાપુઓનું દૃશ્ય ઉભું થાય છે. પરંતુ માહે ટાપુ પર આવેલું લા પ્લેન સેન્ટ આન્દ્રે માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ સેશેલ્સની ખાસ રમ બનાવવાની પરંપરાને જીવંત રાખતી તાકામાકા રમ ડિસ્ટિલરી માટે પણ જાણીતું છે. અહીંની મારી મુલાકાત માત્ર ડિસ્ટિલરી જોવાનો અનુભવ નહોતો, પરંતુ અહીંનો ઇતિહાસ, પ્રકૃતિ અને પરંપરાગત કારીગરીને નજીકથી સમજવાનો એક યાદગાર પ્રસંગ હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TAKAMAKA RUM (@takamaka_rum)




ડિસ્ટિલરીના પરિસરમાં પ્રવેશતાં જ ચારે તરફ ફેલાયેલી હરિયાળી મન મોહી લે છે. નાળિયેરના વૃક્ષો, તજ (Cinnamon), જાયફળ, વેનિલા તથા ભારતીય ઉપખંડમાં જોવા મળતાં અનેક છોડ અહીં જોવા મળે છે. આ હરિયાળી વચ્ચે ફરતાં એવું લાગતું હતું કે જાણે ભારતના પશ્ચિમ કિનારાના કોઈ હરિયાળા વિસ્તારમાં આવી પહોંચ્યા હોઈએ.

ડિસ્ટિલરીનો ઇતિહાસ


ડિસ્ટિલરીનું કેન્દ્રસ્થાન એક ઐતિહાસિક કોલોનિયલ હાઉસ છે, જેને ખૂબ જ સુંદર રીતે સાચવી રાખવામાં આવ્યું છે. આ ઇમારત સેશેલ્સના વારસાની કહાણી કહે છે અને આજના આધુનિક રમ ઉત્પાદન સાથે ઇતિહાસને પણ જીવંત રાખે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

અહીં અમને રેઠા ડી`ઓફે એ ડિસ્ટલરીની મુલાકાત કરાવી, કઈ રીતે તેમના સસરાએ રમ બનાવવાની શરૂઆત કરી. ત્યાર બાદ ત્રણેય દીકરાઓ પિતાના રમ બનાવવાના કામમાં તેમને મદદ કરવા લાગ્યા. પિતાના આ શોખને આગળ વધારવામાં બે ભાઈઓ જોડાઈ ગયા. ત્યાર બાદ કઈ રીતે ધીમે ધીમે મશીનરી વસાવી અને રમ બનાવવાની સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.

કઈ રીતે બનાવવામાં આવે છે સેશેલ્સની લોકલ તાકામાકા રમ

સૌથી પહેલાં શેરડીમાંથી રસ કાઢવામાં આવે છે. ત્યારબાદ કુદરતી યીસ્ટની મદદથી રસનું ફર્મેન્ટેશન કરવામાં આવે છે, જેના કારણે તેમાં આલ્કોહોલનું નિર્માણ થાય છે. ફર્મેન્ટેશન પછી આ પ્રવાહી તાંબાના ખાસ સ્ટિલ્સમાં ડિસ્ટિલ કરવામાં આવે છે. અહીંથી શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળો સ્પિરિટ તૈયાર થાય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TAKAMAKA RUM (@takamaka_rum)

આ પ્રક્રિયામાં સમય, ચોકસાઈ અને વર્ષોનો અનુભવ ખૂબ મહત્વનો હોય છે. તાકામાકા રમની સૌથી ખાસ બાબત તેની વિવિધ ફ્લેવરવાળી રમ છે. તજ, વેનિલા, નાળિયેર, અનાનસ, કેરી, પેશન ફ્રૂટ, સિટ્રસની છાલ અને અન્ય સ્થાનિક મસાલા તથા ફળોના કુદરતી અર્કનો ઉપયોગ કરીને અલગ-અલગ સ્વાદ તૈયાર કરવામાં આવે છે. દરેક ફ્લેવરને સંતુલિત રાખવું એક કળા છે અને માસ્ટર બ્લેન્ડર્સ અનેક પરીક્ષણો બાદ યોગ્ય સંયોજન તૈયાર કરે છે.

ડિસ્ટિલરીનો અમારો અનુભવ

ટેસ્ટિંગ સેશન દરમિયાન વિવિધ પ્રકારની રમ ચાખવાની તક મળી. દરેકનો સ્વાદ અને દરેકની ગંધ અલગ હતી, કેટલીક હળવી અને સ્મૂથ, તો કેટલીક મસાલેદાર અને વધુ સમૃદ્ધ સ્વાદ ધરાવતી. દરેક ફ્લેવરમાં સેશેલ્સની પ્રકૃતિ અને સંસ્કૃતિનો અહેસાસ થતો હતો. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે તેમને અનેક મોટા પડકારોનો પણ સામનો કરવો પડે છે. સેશેલ્સમાં શેરડીનું ઉત્પાદન ખૂબ મર્યાદિત પ્રમાણમાં થાય છે. ટાપુઓમાં ખેતી માટે ઉપલબ્ધ જમીન ઓછી છે, હવામાનમાં થતા ફેરફારો અને વધતા શહેરીકરણને કારણે શેરડીનું ઉત્પાદન જરૂરી પ્રમાણમાં થઈ શકતું નથી. પરિણામે ડિસ્ટિલરી માટે સતત ગુણવત્તાયુક્ત શેરડી ઉપલબ્ધ રાખવી એક મોટો પડકાર બની રહે છે. તેમ છતાં આ પડકારોનો સામનો કરવા માટે તે લોકો નવા નવા રસ્તાઓ પણ શોધતાં હોય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TAKAMAKA RUM (@takamaka_rum)

આ પડકાર છતાં તાકામાકા ડિસ્ટિલરી રમની ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરતી નથી. ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓ, સાવધાનીપૂર્વકનું બ્લેન્ડિંગ અને ઉચ્ચ ધોરણો જાળવી રાખીને આજે આ બ્રાન્ડે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. અહીં આવ્યા પછી અમને ખબર પડી કે ડિસ્ટિલરી માત્ર રમ બનાવવાની જગ્યા નથી. અહીં સુંદર બગીચા, ઐતિહાસિક ઇમારતો, માહિતીપ્રદ પ્રદર્શન અને આત્મીય વાતાવરણ મુલાકાતીઓને સેશેલ્સની સંસ્કૃતિને નજીકથી ઓળખવાની તક આપે છે. ફોટોગ્રાફી, સ્થાનિક ઇતિહાસ, ખાદ્ય સંસ્કૃતિ અને કૃષિમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે આ સ્થળ એક સંપૂર્ણ અનુભવ છે.

અહીંની ખાસ રમ વિશે વાત કરીએ તો તેમની ફ્લેવર્ડ રમ મોટાભાગે ફ્રૂટ્સ અને સ્પાઈસિસના ફ્લેવરની હોય છે. ગયા વર્ષે જ તેમણે એક મિક્સ્ડ સ્પાઈસિસનું એક નવું ફ્લેવર પણ લૉન્ચ કર્યું છે. આ સિવાય એમની બૉટલ્સ પણ ખાસ ડિઝાઈન કરવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે તેના શેપ અને સ્ટિકર પર ખાસ ફેરફાર કરવામાં આવે છે જે ત્યાંની સંસ્કૃતિને દર્શાવે છે. અહીં આ ડિસ્ટિલરીમાં તમને રમ બનાવવાની પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને પદ્ધતિઓ વિશે ડિટેલ્ડ માહિતી આપવામાં આવે છે. રમનો સ્વાદ માણવાનો પણ એક અનેરો આનંદ હોય છે. આ સિવાય અહીં પહોંચતાની સાથે જ અહીંનું મદમસ્ત વાતાવરણ જાણે હવામાં જ તમને એ સુગંધ માણવા મળે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TAKAMAKA RUM (@takamaka_rum)

ડિસ્ટિલરીમાં રમ સિવાય તેમના સ્ટોરમાં તમને તાકામાકાનું મર્ચેન્ડાઈઝ પણ કરે છે જેમાં ગ્લાસિઝ, મોજા, જેકેટ, ફ્લિપફ્લોપ ચપ્પલ્સ, કૅપ અને એવી અનેક વેરાઈટિઝ પણ મળે છે. અહીંનું એમ્બિયન્સ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવેલું છે. ડિસ્ટિલરીની પાછળના ભાગમાં તેમણે પોતાની વાડી જેવું બનાવ્યું છે જેમાં જુદાં-જુદાં છોડ અને વૃક્ષ પણ તેમણે વાવ્યાં છે. તેમની પાસે પોતાની નર્સરી છે જ્યાં અજમાથી માંડીને મીઠો લીમડો, નાગરવેલ અને મરચાંના ઝાડ, છોડ અને વેલ પણ જોવા મળી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TAKAMAKA RUM (@takamaka_rum)

લા પ્લેન સેન્ટ આન્દ્રેથી વિદાય લેતી વખતે મને સમજાયું કે તાકામાકા રમ ડિસ્ટિલરી માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ સેશેલ્સની ઓળખનું જીવંત પ્રતીક છે. અહીં પ્રકૃતિ, ઇતિહાસ, સ્થાનિક કારીગરી અને લોકોનો પરિશ્રમ એકસાથે મળી એવી કહાણી રચે છે, જે દરેક પ્રવાસીના મનમાં લાંબા સમય સુધી જીવંત રહે છે. સેશેલ્સની મુલાકાત લેનાર દરેક પ્રવાસીએ દરિયાકિનારાની સાથે આ અનોખી ડિસ્ટિલરીનો અનુભવ પણ જરૂર કરવો જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 02:36 PM IST | Seychelles | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK