° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: આ કેસમાં મુંબઈ પોલીસે કરી અભિનેત્રીની ધરપકડ

19 January, 2023 01:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે. રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant)ની મુંબઈ પોલીસે (Mumbai Police) ધરપકડ કરી છે. થોડા સમય પછી પોલીસ રાખી સાવંતને અંધેરી કોર્ટમાં રજૂ કરશે.

આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે. રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ પછી, આંબોલી પોલીસે મોડલની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. તેણીની ફરિયાદના આધારે, નવેમ્બર 2022માં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ રાખી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા વારંવાર પ્રયાસ કરવા છતાં રાખી હાજર રહી ન હતી. આથી આજે પોલીસ ટીમે તેણીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી હતી અને કેસની તપાસ ચાલી રહી છે. રાખી સાવંતની આગોતરા જામીનની અરજી ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ આજે તેની ધરપકડ કરવામાં આવી હતી.

રાખી સાવંતની ધરપકડ પૂર્વેના જામીન ગઈકાલે મુંબઈ સેશન કોર્ટે ફગાવી દીધા હતા, ત્યાર બાદ આજે તેની અટકાયત કરવામાં આવી છે. હવે રાખીની પોલીસે અટકાયત કર્યા બાદ અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ટ્વિટ શેર કર્યું છે. શર્લિન ચોપરાની આ ટ્વિટએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

શર્લિન ચોપરાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે “બ્રેકિંગ ન્યૂઝ! અંબોલી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઇઆર નંબર 883/2022 માટે રાખી સવંતની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતની એબીએ 1870/2022 રદ કરી દીધી હતી.”

રાખી પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં

રાખીએ થોડા દિવસ પહેલા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો પહેલા રાખીએ આદિલ ખાન સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના ફેન્સને તેના લગ્ન વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચો: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને સેક્સ્યુઅલ ચૅટમાં ન્યુડ બનવાનું ભારે પડ્યું

રાખી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને તેના અંગત જીવન વિશે માહિતગાર કરતી રહે છે. રાખી બિગ બોસ-14, નચ બલિયે, બિગ બોસ-15 અને બિગ બોસ મરાઠી-4માં દર્શકોની સામે આવી હતી. રાખી હંમેશા પોતાની કોમેડી સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરે છે. રાખી વિવિધ વિષયો પર પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.

19 January, 2023 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પ્રિયંકા ચોપરા જેના વીડિયોની આતુરતાથી રાહ જોતી હોય તે રિલ્સ સ્ટારની કહાની છે આવી

રિલ્સ સ્ટાર કૉમેડી વીડિયો માટે ખુબ જ લોકપ્રિય છે. માત્ર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જ નહીં, માધુરી દીક્ષિત અને કૉમેડિયન જોની લીવર પણ તેેના વીડિયોને પસંદ કરે છે.

15 April, 2022 03:19 IST | Mumbai | Nirali Kalani
મુંબઈ સમાચાર

Olympicમાં ઈતિહાસ રચનાર નીરજ ચોપરાને આનંદ મહિન્દ્રા તરફથી આ કાર મળશે ભેટમાં

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાની આગામી પ્રીમિયમ SUV મહિન્દ્રા XUV700 નીરજ ચોપરાને ભેટ આપવાની જાહેરાત કરી છે

08 August, 2021 02:24 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

બનાવટી હેલ્થ-વર્કર બનીને વૅક્સિન લેશો તો આવી બનશે

થાણેમાં ઍક્ટ્રેસ મીરા ચોપડાએ બોગસ હેલ્થ-વર્કર બનીને વૅક્સિન લીધા બાદ મુંબઈ પોલીસે લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે જો કોઈ આવું કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે

31 May, 2021 09:20 IST | Mumbai | Mehul Jethva

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK