Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > #AskSRK: `પઠાણ` માટે કેટલી મળી ફી? ફેનના પ્રશ્ન પર બાદશાહે આપ્યો જબરજસ્ત જવાબ

#AskSRK: `પઠાણ` માટે કેટલી મળી ફી? ફેનના પ્રશ્ન પર બાદશાહે આપ્યો જબરજસ્ત જવાબ

13 January, 2023 10:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોઈને તેના ટ્રેલર પર બાળકોના રિએક્શન વિશે પૂછ્યું તો કોઈકે એક્ટરની 2023માં આવનારી ફિલ્મો અંગે પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન એક પ્રશ્ન જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે તો જાણો શું હતો એ પ્રશ્ન અને બાદશાહે આપ્યો શો જવાબ?

શાહરુખ ખાન

શાહરુખ ખાન


કિંગ ખાનના હ્યૂમરના દીવાના તો અનેક છે અને જ્યારે પણ શાહરુખ ખાનનું (Shah Rukh Khan) ટ્વિટર સેશન થાય છે તો તે ચર્ચામાં આવી જ જાય છે. આ દરમિયાન ગઈકાલે #AskSRK સેશન દરમિયાનના એક સવાલના જવાબ પર તે ફરી ચર્ચામાં છવાા છે. હકિકતે, આ વખતના સેશનમાં પઠાણ ફિલ્મને લઈને ચાહકોએ અનેક પ્રશ્નો ક્યા. કોઈને તેના ટ્રેલર પર બાળકોના રિએક્શન વિશે પૂછ્યું તો કોઈકે એક્ટરની 2023માં આવનારી ફિલ્મો અંગે પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન એક પ્રશ્ન જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે તો જાણો શું હતો એ પ્રશ્ન અને બાદશાહે આપ્યો શો જવાબ?

#AskSRKમાં એક ચાહકે પૂછ્યું, `પઠાણ માટે કેટલી ફી લીધી?`, જેના જવાબમાં એક્ટરે જવાબ આપ્યો, `કેમ સાઈન કરવો છે આગામી ફિલ્મમાં...???` આ જવાબ પર ચાહકોનું પણ ફની રિએક્શન જોવા મળ્યા છે. તો એક્ટરના હ્યૂમરના ચાહકો વખાણ કરી રહ્યા છે.




આ સવાલ સિવાય શાહરુખને બીજા ચાહકે પૂછ્યું, "પઠાણના ટ્રેલર પર ઘરવાળાનું જવાબ..." આ સવાલ પર તેણે દીકરા અબરામના રિએક્શન વિશે કહ્યું, "નાનાને જેટ પેક સીક્વેન્સ સૌથી વધારે ગમ્યું... તે વિચારે છે કે હું કોઈ અન્ય વિશ્વમાં જઈ શકું છું."


ત્યાર બાદ એક અન્ય ચાહકે પૂછ્યું, કોઈએ ફિલ્મ નથી જોઈ. તો એક્ટરે જવાબમાં લખ્યું, "આના પર કામ કરનારા ટેક્નિશિયન્સ સિવાય અત્યાર સુધી કોઈએ પણ ફિલ્મ જોઈ નથી." તો પોતાની વાત પૂરી કરતા, "આસ્ક મી એનીથિંગ"નું સેશન પૂરું કરતા લખ્યું, "હવે લાગોરી રમવા જઈ રહ્યો છું. આભાર અને મને શુભેચ્છાઓ આપો કે હું જીતી જાઉં! સિનેમાઘરોમાં મળીએ છીએ, લવ યૂ ઑલ."

આ પણ વાંચો : રામચરણને શેની વિનંતી કરી શાહરુખે?

જણાવવાનું કે, શાહરુખ ખાન, જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ હાલ ચર્ચામાં છે. પઠાણને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. ફિલ્મ 25 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 10:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK