ફિલ્મને ૧૦ વર્ષ થયાં એ પ્રસંગે તેણે ઇમોશનલ નોંધ સાથે શૅર કરી પડદા પાછળની તસવીરો
વિકી કૌશલ
વિકી કૌશલની ફિલ્મ ‘મસાન’ ૨૦૧૫ની ૨૪ જુલાઈએ રિલીઝ થઈ હતી. એ ફિલ્મને ગુરુવારે ૧૦ વર્ષ પૂરાં થયાં છે. આ નિમિત્તે વિકીએ ભાવુક થઈને સોશ્યલ મીડિયા પર ફિલ્મ વિશે શાયરી સાથે પોતાની ભાવના વ્યક્ત કરતી ઇમોશનલ નોંધ તેમ જ કેટલીક પડદા પાછળની ખાસ તસવીરો શૅર કરી છે. વિકીએ લખ્યું છે, ‘એક દસકો થઈ ગયો. ઘણું શીખવાનું છે, ઘણું વિકસાવવાનું છે. બધા માટે આભાર. એવું લાગે છે જાણે કાલની જ વાત હોય ઃ મુસાફિર હૈં હમ ભી, મુસાફિર હો તુમ ભી... કિસી મોડ પર ફિર મુલાકાત હોગી.’
વિકીએ શૅર કરેલી ફિલ્મ ‘મસાન’ની આ તસવીરોમાં વિકીનો મસાનવાળો લુક, દિગ્દર્શક નીરજ ઘાયવાન સાથેની એક તસવીર અને ‘મસાન’ના કલાકારો સાથેના રીયુનિયનની ઝલક દેખાઈ હતી. વિકીની ફિલ્મ ‘મસાન’ને દર્શકો અને વિવેચકોને ખૂબ ગમી હતી.


