વરુણ ધવન પોતાના જીવનની એક ખાસ પર્સનલ સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે. વરુણે તાજેતરમાં જમીનનો એક પ્લૉટ ખરીદ્યો છે અને સોશ્યલ મીડિયા પર ચાહકો તથા ફૉલોઅર્સ સાથે પોતાની ખુશીની ઝલક શૅર કરી છે.
વરુણ ધવને ફાર્મ બનાવવા માટે ખરીદી પોતાની માલિકીની જમીન
વરુણ ધવન પોતાના જીવનની એક ખાસ પર્સનલ સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે. વરુણે તાજેતરમાં જમીનનો એક પ્લૉટ ખરીદ્યો છે અને સોશ્યલ મીડિયા પર ચાહકો તથા ફૉલોઅર્સ સાથે પોતાની ખુશીની ઝલક શૅર કરી છે. વરુણે આ ખરીદીને પોતાના જીવનની ‘સૌથી મોટી સિદ્ધિ’ ગણાવી છે. વરુણ આ નવી પ્રૉપર્ટી પર સમય પસાર કરતી વખતે ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો.
વરુણે સોશ્યલ મીડિયા પર નવી ખરીદેલી જમીનનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે ખુલ્લી જગ્યામાં ઊભો રહીને બિસ્કિટ સાથે ગરમ ચાની મજા લેતો જોવા મળે છે. આ સમયે પોતાની જમીનની માલિકી મળવાની ખુશી વરુણના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. પોતાનો આનંદ વ્યક્ત કરતા વિડિયોમાં વરુણે ‘મેં ફાર્મ ખરીદ્યું’ એવી કૅપ્શન લખીને કહ્યું હતું કે ‘હું તમારી સાથે એક ન્યુઝ શૅર કરવા માગું છું. આ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. મેં ખેતર ખરીદ્યું છે. શા માટે ખરીદ્યું એ મને પૂછશો નહીં, પણ આ વાતાવરણમાં અહીં ઊભા રહીને ચા અને બિસ્કિટ ખાવાની મજા જ કંઈક અલગ છે. આ અવિશ્વસનીય છે.’
