કેક-કટિંગ કરતો ફોટો ઉર્વશીએ શૅર કર્યો હતો. એ ફોટોમાં તેણે રેડ ગાઉન પહેર્યું હતું. તેની બાજુમાં હની સિંહ ઊભો છે.
ઉર્વશી રાઉતેલા , યો યો હની સિંહ
ઉર્વશી રાઉતેલાએ શનિવારે તેના બર્થ-ડે નિમિત્તે ૨૪ કૅરૅટ ગોલ્ડ કેક કટ કરી હતી. આ કેક યો યો હની સિંહ તેના માટે લઈ આવ્યો હતો. આ બન્ને ‘સેકન્ડ ડોઝ’માં કામ કરી રહ્યા છે. અગાઉ આ બન્નેએ ૨૦૧૪માં રિલીઝ થયેલા આલબમ ‘લવ ડોઝ’માં કામ કર્યું હતું. ઉર્વશી ‘વેલકમ ૩’માં અક્ષયકુમાર સાથે અને ‘NBK109’માં બૉબી દેઓલ સાથે જોવા મળશે.
કેક-કટિંગ કરતો ફોટો ઉર્વશીએ શૅર કર્યો હતો. એ ફોટોમાં તેણે રેડ ગાઉન પહેર્યું હતું. તેની બાજુમાં હની સિંહ ઊભો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઉર્વશીએ કૅપ્શન આપી હતી, ‘બર્થ-ડે ગિફ્ટ. 24 કૅરૅટ ગોલ્ડ કેક. બર્થ-ડે સેલિબ્રેશન્સ ‘લવ ડોઝ 2’ના સેટ પર. મારી જર્નીનો ટેપેસ્ટ્રી બનવા માટે થૅન્ક યુ હની સિંહ. તારી હાજરી માટે આભાર. મારા માટે તારી કાળજી અને અથાક પ્રયત્નો મારી કરીઅરનો અગત્યનો ભાગ છે. તારા માટે લાગણી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો ઓછા પડે છે.’


