Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિઆરા અડવાણીએ કરી વિનંતી: ટૉક્સિકમાં મારા ઇન્ટિમેટ સીન ઘટાડો

કિઆરા અડવાણીએ કરી વિનંતી: ટૉક્સિકમાં મારા ઇન્ટિમેટ સીન ઘટાડો

Published : 04 May, 2026 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિઆરાએ ફાઇનલ વર્ઝન જોયા બાદ યશ અને ડિરેક્ટર ગીતુ મોહનદાસને કેટલાક ઇન્ટિમેટ સીન ઘટાડવાનું કહ્યું છે

`ટૉક્સિક`માં કિઆરા અડવાણી

`ટૉક્સિક`માં કિઆરા અડવાણી


કિઆરા અડવાણી દીકરીની મમ્મી બન્યા પછી પહેલી વખત ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’માં જોવા મળશે. આ ફિલ્મમાં યશ, તારા સુતરિયા, હુમા કુરેશી અને નયનતારા જેવાં કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ છે કે કિઆરાએ હવે આ ફિલ્મના પોતાના ઇન્ટિમેટ સીન ઘટાડવા માટે મેકર્સને વિનંતી કરી છે. કિઆરાએ ફાઇનલ વર્ઝન જોયા બાદ યશ અને ડિરેક્ટર ગીતુ મોહનદાસને કેટલાક ઇન્ટિમેટ સીન ઘટાડવાનું કહ્યું છે.

કિઆરાએ યશ સાથે એક બોલ્ડ રોમૅન્ટિક સીન શૂટ કર્યો હતો, કારણ કે ગીતુ મોહનદાસે તેને ખાતરી આપી હતી કે સીન એના કમ્ફર્ટ ઝોનમાં રહેશે. જોકે સ્ક્રીન પર આ સીન જોયા બાદ કિઆરાએ એના પ્રેઝન્ટેશન અને લંબાઈને જોઈને મેકર્સને આ સીન નાનો કરવા અથવા એને ટોનડાઉન કરવા કહ્યું છે. જોકે આ રિપોર્ટને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું તેમ જ કિઆરા અથવા ફિલ્મના મેકર્સે આ ચર્ચા વિશે હજી સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK