Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઈમપાસ : સ્ટન્ટ્સ કરવા તૈયાર પ્રિયંકા

ટોટલ ટાઈમપાસ : સ્ટન્ટ્સ કરવા તૈયાર પ્રિયંકા

08 July, 2024 09:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ મિરર-સેલ્ફીમાં તેણે સ્ટન્ટ-પૅડ્સ અને વૉર્મર્સ પહેરી રાખ્યાં હતાં.

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ


પ્રિયંકા ચોપડા જોનસ તેની હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’માં બિઝી છે. એ ફિલ્મ સાથે જોડાયેલી માહિતી તે સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. એ ફિલ્મના સેટ પર સ્ટન્ટ સીક્વન્સનું શૂટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. તે છેલ્લા થોડા સમયથી ઑસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહી છે અને એના ફોટો તેણે શૅર કર્યા હતા. હવે સ્ટન્ટ સીક્વન્સનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં તેણે પોતાના ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા છે. જોકે તેણે સ્ટન્ટ માટે જરૂરી સાવધાની રાખી હતી. એ મિરર-સેલ્ફીમાં તેણે સ્ટન્ટ-પૅડ્સ અને વૉર્મર્સ પહેરી રાખ્યાં હતાં.


હેલ્પફુલ બૉયફ્રેન્ડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી તથા વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમની શુક્રવારે યોજવામાં આવી હતી. એ ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીઝ હાજર રહી અને તેમણે પર્ફોર્મ પણ કર્યું હતું. એવામાં જ્યારે જાહ્‌નવી કપૂર પર્ફોર્મ કરવાની હતી એ પહેલાં તેના લેહંગાની અંદરના કૅન-કૅનને તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહાડિયાએ કટ કર્યા હતા જેથી જાહ્‌નવી સરળતાથી ડાન્સ પર્ફોર્મ કરી શકે. જાહ્‌નવીએ જે ફિશના શેપનો લેહંગો પહેર્યો હતો એના પર અનેક મોરપંખ હતા, જેને ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. હવે એ લેહંગાના કૅન-કૅનને કટ કરતો શિખરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જાહ્‌નવીને ડાન્સ કરતી વખતે કોઈ તકલીફ ન પડે એ માટે શિખરે તેને આવી રીતે મદદ કરી હતી.

લગ્નના ૧૫ દિવસ બાદ ઇમોશનલ થઈ સોનાક્ષી સિંહા, ફૅમિલીને કરી રહી છે મિસ 


સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં ૨૩ જૂને લગ્ન થયાં હતાં. તેમણે પરિવાર અને ફ્રેન્ડ્સની હાજરીમાં રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. લગ્ન બાદ સોનાક્ષીને હવે તેના માવતરની યાદ સતાવી રહી છે. તેણે વિદાય વખતનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં સોનાક્ષીની મમ્મી પૂનમ સિંહા તેને ભેટીને રડી રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી, ‘લગ્ન વખતે મમ્મી રડવા લાગી હતી, કેમ કે તેને અહેસાસ થયો કે હું હવે તેમનું ઘર છોડીને જતી રહેવાની છું. મેં મમ્મીને કહ્યું કે, ‘મા ચિંતા ન કર. જુહુથી બાંદરા પચીસ મિનિટનું જ અંતર છે.’ તેમને બધાંને હું આજે મિસ કરી રહી છું. એથી આ જ વાત હું મારી જાતને કહું છું. આશા છે રવિવારે ઘરે સિંધી કઢી બની હશે. તમને જલદી જ મળીશ.’

જોઈ લો વિકી કૌશલની જાનમને

વિકી કૌશલે તેની ‘બૅડ ન્યુઝ’ના આગામી ગીત ‘જાનમ’ના એક દૃશ્યનો ફોટો શૅર કર્યો છે. ૧૯ જુલાઈએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેની સાથે તૃપ્તિ ડિમરી જોવા મળી રહી છે. વિકીએ શૅર કરેલા ફોટોમાં તે તૃપ્તિ સાથે પાણીમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શૅર કરીને વિકીએ જણાવ્યું હતું કે ‘જાનમ’ને મંગળવારે રિલીઝ કરવામાં આવશે.

ચાટ ખાવામાં તલ્લીન કાર્તિક

કાર્તિક આર્યન તેની આગામી  હૉરર-કૉમેડી ‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ મધ્ય પ્રદેશના ઓરછામાં કરી રહ્યો છે. એવામાં ત્યાંના લોકલ ફૂડનો તેણે આનંદ લીધો હતો. ઓરછામાં તેણે ચાટ ખાધી હતી અને એનો ફોટો પણ કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. ફોટોમાં દેખાય છે કે તે ખાવામાં તલ્લીન બની ગયો છે અને તેની આજુબાજુ લોકો તેની સાથે સેલ્ફી લેવા ભેગા થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK