Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિજય – રશ્મિકાની ધમાકેદાર સંગીત નાઇટ! પ્રેમમાં ગળાડૂબ, મસ્તીમાં મસ્ત હતું કપલ

વિજય – રશ્મિકાની ધમાકેદાર સંગીત નાઇટ! પ્રેમમાં ગળાડૂબ, મસ્તીમાં મસ્ત હતું કપલ

Published : 03 March, 2026 12:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

The Wedding of VIROSH: લગ્નના ચાર દિવસ પછી, રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાએ તેમની સંગીત સંધ્યાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે; આ તસવીરોમાં કપલ એકબીજામાં ખોવાયેલું અને પરિવાર સાથે મોજ-મસ્તી કરતું દેખાય છે

૨૪ ફેબ્રુઆરીએ યોજાયી હતી રશ્મિકા અને વિજયની ધમાકેદાર સંગીત નાઇટ

૨૪ ફેબ્રુઆરીએ યોજાયી હતી રશ્મિકા અને વિજયની ધમાકેદાર સંગીત નાઇટ


રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Deverakonda)એ ૨૬ ફેબ્રુઆરીના રોજ ઉદયપુર (Udaipur)માં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન (The Wedding of VIROSH) કર્યા હતા. લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા અને તેને અઢળક લાઇક્સ મળી હતી. હવે આજે, મંગળવારે, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ તેમના સંગીત સમારોહના ફોટા તેમના સોશ્યલ મીડિયા (Social Media) અકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં બન્ને ગળાડૂબ પ્રેમમાં અને મસ્તીમાં મસ્ત દેખાય છે. કપલની આ તસવીરોએ ફેન્સના દિલ જીતી લીધાં છે.

VIROSH વેડિંગની સંગીતની તસવીરો આવી સામે



રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ તેમના લગ્નના ફોટા શૅર કર્યાના થોડા દિવસો પછી, ચાહકોને તેમના સંગીત સમારોહની એક ઝલક ઇન્સ્ટાગ્રામ (Instagram) પર દેખાડી છે. મંગળવારે, બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પ્રી-વેડિંગ ફંક્શન સંગીત સેરેમનીના ઘણા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે.


કૅપ્શનમાં છલક્યો રશ્મિકાનો પ્રેમ

રશ્મિકા મંદાનાએ આ ફોટા સાથે એક કૅપ્શન પણ શૅર કર્યું છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘પ્રેમ, આનંદના આંસુ, હાસ્ય, સંગીત, ગીતો, ઝગમગાટ અને આખી રાત નૃત્ય. તે ખરેખર અત્યાર સુધીની સૌથી યાદગાર રાત હતી. વિજ્જુ (વિજય દેવરકોંડા) અને હું એકબીજાને સરપ્રાઇઝ કરવા માંગતા હતા. પરિવાર અમને સરપ્રાઇઝ કરવા માંગતા હતા. અમારા પરિવારોને આટલું સારું નૃત્ય કરતા જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત અને સરપ્રાઇઝ થઈ ગયા.’


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

વિજયે કહ્યું, સવારે ૪ વાગ્યા સુધી નાચ્યા

વિજય દેવરકોંડાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સંગીત સમારોહના ફોટા પોસ્ટ કર્યા છે, સાથે એક પ્રેમાળ કૅપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે કે, ‘આપણી સંગીત રાત્રિ. એ સાંજ જે હસતાં હસતાં વિતાવી, અમારા પગ દુખવા લાગ્યા ત્યાં સુધી નાચતા રહ્યા, બધાની સ્પિચ, સરપ્રાઇઝે અમને ઇમોશનલ કરી દીધા. અમારી આંખોમાં હરખના આંસુ હતા. સુંદર લોકોથી ભરેલી એક મોટી પાર્ટી હતી.’

કપલે ફેમિલી સાથે કર્યો ડાન્સ

રશ્મિકાએ માત્ર વિજય સાથે જ નહીં, પરંતુ તેના સાળા અને પરિવાર સાથે પણ ડાન્સ કર્યો. વિજય અને રશ્મિકાના સંગીત સમારોહમાં પરિવારના સભ્યોએ પણ પર્ફોમન્સ આપ્યું, જેનાથી આ દંપતી ખૂબ જ ભાવુક થઈ ગયું.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ૨૪ ફેબ્રુઆરીના રોજ સગાઈ કરી હતી. તેમણે 26 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બે અલગ અલગ પરંપરાઓ અનુસાર કરવામાં આવ્યા હતા. લગ્ન સવારે તેલુગુ રિવાજો અનુસાર થયા હતા, જ્યારે સાંજે કોડાવ પરંપરાઓ અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા. હવે રશ્મિકા અને વિજય બુધવારે ૪ માર્ચે હૈદરાબાદ (Hyderabad)માં લગ્નનું ભવ્ય રિસેપ્શન આપવાના છે. જે માત્ર આમંત્રિત મહેમાનો માટે જ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK