આ ફિલ્મમાં હુમા કુરેશી લીડ રોલમાં હોવાની ચર્ચા છે
‘ખોસલા કા ઘોસલા’
વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ બૉક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી હતી. દિબાકર બૅનરજીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, બમન ઈરાની, વિજય પાઠક, રણવીર શૌરી અને પ્રવીણ ડબાસે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. હવે આ ફિલ્મની સીક્વલ બનવાની હોવાના સમાચાર છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ નિર્દેશક ઉમેશ બિશ્ત અને તેમની ટીમે ‘ખોસલા કા ઘોસલા’ની સીક્વલની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને આ ફિલ્મ માટે કાસ્ટિંગ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જાણવા મળ્યું છે કે હુમા કુરેશી ‘ખોસલા કા ઘોસલા 2’માં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી છે અને તેને વાર્તા પસંદ પડી છે. ‘ખોસલા કા ઘોસલા 2’ની ટીમ આ વર્ષના નવેમ્બરથી ફિલ્મ પર કામ શરૂ કરી શકે છે અને એ ૨૦૨૬માં રિલીઝ થશે.


