Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચહેરાની અત્યંત નજીક કૅમેરા જોઈને તારા સુતરિયાએ ફોટોગ્રાફરને જોરથી ધક્કો માર્યો

ચહેરાની અત્યંત નજીક કૅમેરા જોઈને તારા સુતરિયાએ ફોટોગ્રાફરને જોરથી ધક્કો માર્યો

Published : 10 September, 2026 04:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરામાં તારા સુતરિયાને ફોટોગ્રાફર્સે ઘેરી લેતાં તે ગુસ્સે થઈ ગઈ હતી. એક ફોટોગ્રાફરે મોબાઇલ કૅમેરો ચહેરાની નજીક રાખતાં તારાએ તેને ધક્કો મારી કૅમેરા દૂર હટાવ્યો હતો.

તારા સુતરિયા

તારા સુતરિયા


તારા સુતરિયા ગઈ કાલે બાંદરા વિસ્તારમાં જોવા મળી હતી. તેને જોઈને ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. અહીં તારા પોતાની કારમાંથી નીચે ઊતરી કે તરત જ અનેક ફોટોગ્રાફર્સ અને કૅમેરામેન તેની તરફ દોડી આવ્યા હતા. બિલ્ડિંગના પ્રવેશદ્વાર તરફ આગળ વધવાનો પ્રયાસ કરતી વખતે તારાની આસપાસ એટલી ભીડ થઈ ગઈ હતી કે તેને ચાલવા માટે પણ પૂરતી જગ્યા રહી નહોતી. કેટલાક ફોટોગ્રાફર્સે કૅમેરા અને મોબાઇલ ફોન તારાના ચહેરાની એકદમ નજીક રાખ્યા હતા. 
ફોટોગ્રાફર્સના આ વર્તનથી તારા ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેની નજીક આવી ગયેલા એક ફોટોગ્રાફરને ધક્કો મારીને તેના ચહેરા સામે રાખવામાં આવેલા તેના મોબાઇલ ફોનનો કૅમેરા પણ જોરથી દૂર હટાવી દીધો હતો.
ફોટોગ્રાફર સાથેની આ નાનકડી અથડામણ બાદ તારા કોઈ પોઝ આપ્યા વગર સીધી બિલ્ડિંગની અંદર ચાલી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK