તમન્ના ભાટિયાના પેરેન્ટ્સ કોરોના સંક્રમિત, અભિનેત્રીનો રિપોર્ટ નેગેટિવ
તમન્ના ભાટિયા પેરેન્ટ્સ સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
સામાન્ય માણસ હોય કે પછી સેલેબ્ઝ હવે તો કોઈપણ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણથી બચ્યું નથી. બૉલીવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વધુ એક વ્યક્તિ કોરોનાની ચપેટમાં આવેલ છે. અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamanna Bhatia)ના પેરેન્ટ્સનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે, તમન્ના ભાટિયા અને તેના અન્ય સ્ટાફ મેમ્બરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
તમન્ના ભાટિયાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, મારા પેરેન્ટ્સને વિકએન્ડમાં કોરોના વાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. સજાગતાના ભાગરૂપે ઘરના તમામ લોકોનો તાત્કાલિક ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટનું પરિણામ હમણાં જ આવ્યું છે. ફક્ત મારા પેરેન્ટ્સનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અમે અધિકૃત અધિકારીઓને આ બાબતની જાણ કરી દીધી છે. બાકીના તમામ ફેમેલી મેમ્બર, સ્ટાફ અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભગવાનની કૃપાથી તેઓ આ મહામારીને લડત આપી રહ્યાં છે. આપ તમામની પ્રાર્થના અને આશીર્વાદ તેમને સાજા થવામાં મદદ કરશે.
ADVERTISEMENT
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, લૉકડાઉન દરમિયાન તમન્ના ભાટિયા સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ હતી. તે હંમેશા પોતાનું ડેઈલી રૂટિન શૅર કરતી હતી. લૉકડાઉન દરમિયાન તેણે ફિટનેસ પર ધ્યાન આપ્યું હતું. એટલું જ નહીં યોગ અને એક્સરાઈઝના વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતાં.