Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > T-20 World Cup: અશ્વત્થામા બનીને અમિતાભ બચ્ચને ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપ્યો આ ખાસ મેસેજ

T-20 World Cup: અશ્વત્થામા બનીને અમિતાભ બચ્ચને ઇન્ડિયન ક્રિકેટ ટીમને આપ્યો આ ખાસ મેસેજ

02 May, 2024 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

T-20 World Cup: અમિતાભ બચ્ચનની ફિલ્મ `કલ્કિ 2898 એડી` 27 જૂને રીલીઝ થવાની છે.

અમિતાભ બચ્ચન ફિલ્મ કલ્કિ 2898 એડીમાં અને ટીમ ઈન્ડિયા (સૌજન્ય : મિડ-ડે)

અમિતાભ બચ્ચન ફિલ્મ કલ્કિ 2898 એડીમાં અને ટીમ ઈન્ડિયા (સૌજન્ય : મિડ-ડે)


બૉલીવૂડના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચનની દરેક બાબત ચર્ચાનો વિષય બને છે. બિગ બી તેમના સોશિયલ મીડિયા પર દેશમાં ચાલી રહેલી બાબતો પણ શેર કરે છે. તે જ રીતે હાલમાં અમિતાભ બચ્ચનને જૂન મહિનામાં યોજાનારા આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ(ICC Men’s T-20 World Cup)માં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ કરવામાં આવેલા ખેલાડીઓ માટે એક ખાસ મેસેજ આપ્યો છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ અશ્વત્થામાનું પાત્ર ભજવવાના છે, જેથી અશ્વત્થામાં બનીને અમિતાભ બચ્ચને ઇન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓને સંદેશ આપ્યો છે.

નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ના (Kalki 2898 AD) અને સ્ટાર સ્પોર્ટ્સના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ શેર કરવામાં આવેલા આ વીડિયો મારફત અમિતાભ બચ્ચને ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના ગેટઅપમાં દેખાઈ રહ્યા છે. વીડિયો મારફત ક્રિકેટ ટીમને આપેલા સંદેશમાં બિગ બી “આ એક મહાયુદ્ધ છે, હવે થઈજા તું તૈયાર. હવે બનીજા વીર, તારા ભાગ્યને મજબૂત બનાવ, દેખાડી દે તાકાત અને લગાવી દે શક્તિ”, એવું કહે છે.



અમિતાભ બચ્ચને ઇન્ડિયન (Amitabh Bachchan) ક્રિકેટ ટીમના ખેલાડીઓને આપેલા આ સંદેશમાં તેઓ આ કવિતા વાચી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં ‘કલ્કિ 2898 એડી’નું મ્યુઝિક પણ પ્લે થઈ રહ્યું છે. આ વીડિયો સ્ટાર સ્પોર્ટ્સ (T-20 World Cup) અને ‘કલ્કિ 2898 એડી’ના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટનું કોલેબ કરીને પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા તેમ જ મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહ પણ જોવા મળી રહ્યા છે. આ ખેલાડીઓ ભારતને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાવવા માટે તૈયારી કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે.


અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ ટૂંક સમયમાં થિયેટરમાં રીલીઝ થવાની છે, જેમાં બિગ બીએ અશ્વત્થામાના રોલમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે પ્રભાસ, દિપીકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પાટણી જેવી ટેલેન્ટેડ કાસ્ટ પણ જોવા મળવાની છે. આ ફિલ્મ 27 જૂને રીલીઝ થવાની છે, જેમાં દર્શકોને પ્રભાસ અને દિપીકા પાદુકોણની જોડી પહેલી જ વખત મોટા પડદા પર જોવા મળવાની છે.

થોડા દિવસ પહેલા જુન્ન જૂન મહિનામાં રમાતા ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમ જ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનને ટીમના રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK