તારા સિંહની આંખોમાં ગુસ્સો દેખાય છે. તેના હાથમાં હથોડી છે અને તેણે કાળા કપડાની સાથે લીલી પાઘડી પણ પહેરી છે. આ રીતે ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્યો છે કે તે તેના દુશ્મનોને નિંદ્રાધીન રાતો આપવા જઈ રહ્યો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
આજે આખો દેશ ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે સની દેઓલની ફિલ્મ `ગદર 2`નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ગદરમાં જ્યાં સની દેઓલ એટલે કે તારા સિંહના હાથમાં હથોડી જોવા મળે છે, જેમણે હેન્ડપંપ ઉખાડી નાખ્યો હતો અને થિયેટરોમાં દર્શકોને ગુસબમ્પ્સ આપ્યા હતા. તારા સિંહની આંખોમાં ગુસ્સો દેખાય છે. તેના હાથમાં હથોડી છે અને તેણે કાળા કપડાની સાથે લીલી પાઘડી પણ પહેરી છે. આ રીતે ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્યો છે કે તે તેના દુશ્મનોને નિંદ્રાધીન રાતો આપવા જઈ રહ્યો છે. આ પોસ્ટર તેના ભાઈ બોબી દેઓલે શૅર કર્યું છે.
સની દેઓલની `ગદર 2`નું પોસ્ટર શેર કરતાં બોબી દેઓલે લખ્યું, `હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ! હિન્દુસ્તાન ઝિંદાબાદ થા! ઔર ઝિંદાબાદ રહેગા. આ સ્વતંત્રતા દિવસે ગદર 2, 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. અનિલ શર્મા ગદર 2નું નિર્દેશન કરી રહ્યા છે અને અમીષા પટેલ સાથે ઉત્કર્ષ શર્મા પણ તેમની સાથે જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી શૅર કરવામાં આવી રહી હતી.
Hindustan Zindabaad Hai! Zindabaad Tha! aur Zindabaad Rahega!
— Bobby Deol (@thedeol) January 26, 2023
This Independence Day!#Gadar2 releasing on 11th August 2023?@ZeeStudios_ @iamsunnydeol @ameesha_patel @iutkarsharma @Anilsharma_dir @anilsharmaprod @1rohitchoudhary @Mithoon11 @SayeedQuadri2 @ZeeMusicCompany pic.twitter.com/Bb0fb3cKK8
ગદર 2નું પોસ્ટર શેર કરતાં સની દેઓલે લખ્યું, `હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ... ઝિંદાબાદ થા... ઔર ઝિંદાબાદ રહેગા! આ સ્વતંત્રતા દિવસ પર, અમે બે દાયકા પછી ભારતીય સિનેમાની સૌથી મોટી સિક્વલ લાવી રહ્યા છીએ. ગદર 2, 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
Hindustan Zindabaad Hai….Zindabaad Tha.. .aur Zindabaad Rahega!
— Sunny Deol (@iamsunnydeol) January 26, 2023
This Independence Day, we bring to you the biggest sequel in Indian cinema after two decades.#Gadar2 releasing on 11th August 2023?#HappyRepublicDay@ZeeStudios_ @ameesha_patel @iutkarsharma @Anilsharma_dir pic.twitter.com/Tz9dbysDRe
આ પણ વાંચો : ‘ગદર’માં હૅન્ડ પમ્પ ઉખાડ્યા બાદ હવે એની સીક્વલમાં મોટું પૈડું ઉઠાવશે સની દેઓલ
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદરઃ એક પ્રેમ કથા 2001માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ અને અમરીશ પુરી પણ હતા. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી હતી અને તે વર્ષની બ્લઑકબસ્ટર ફિલ્મોમાં સામેલ થઈ હતી. 19 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ રીતે, હવે ચાહકોને ગદર 2 પાસેથી પણ ઘણી આશાઓ છે.