Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ગદર’માં હૅન્ડ પમ્પ ઉખાડ્યા બાદ હવે એની સીક્વલમાં મોટું પૈડું ઉઠાવશે સની દેઓલ

‘ગદર’માં હૅન્ડ પમ્પ ઉખાડ્યા બાદ હવે એની સીક્વલમાં મોટું પૈડું ઉઠાવશે સની દેઓલ

05 January, 2023 05:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૧માં રિલીઝ થયેલી ‘ગદર’માં તેની સાથે અમીષા પટેલ પણ જોવા મળી હતી

સની દેઓલ

સની દેઓલ


સની દેઓલે ‘ગદર : એક પ્રેમ કથા’માં હૅન્ડ પમ્પ ઉખાડ્યો હતો અને હવે એની સીક્વલમાં તે મોટું પૈડું ઉઠાવશે. ૨૦૦૧માં રિલીઝ થયેલી ‘ગદર’માં તેની સાથે અમીષા પટેલ પણ જોવા મળી હતી. ફિલ્મમાં સની દેઓલ તારાના રોલમાં દેખાયો હતો, જે પાકિસ્તાની મુસ્લિમ યુવતી સકીનાના રોલમાં જોવા મળેલી અમીષાના પ્રેમમાં પડે છે. ફિલ્મમાં તેમના દીકરાનો રોલ ઉત્કર્ષ શર્માએ ભજવ્યો હતો. અનિલ શર્માની આ ફિલ્મની હવે સીક્વલ બની રહી છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં તે મોટું પૈડું ઉપાડતો જોવા મળશે. એથી સનીને ફરીથી તારાના રોલમાં જોવો પણ તેના ફૅન્સ માટે મોટી ટ્રીટ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2023 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK