Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે સૂનું લાગે છે દિવાળીએ ઘર

હવે સૂનું લાગે છે દિવાળીએ ઘર

Published : 09 November, 2026 04:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ જૂની યાદો વાગોળીને વ્યક્ત કરી લાગણી, ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનાં ૩૯ વર્ષનાં લગ્નજીવનમાં બધું બરાબર ન ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે દિવાળી પહેલાં સુનીતાએ કંઈક એવું કહ્યું છે જે સાંભળીને ફૅન્સ ઇમોશનલ થઈ ગયા છે

સુનીતા અહુજા

સુનીતા અહુજા


ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનાં ૩૯ વર્ષનાં લગ્નજીવનમાં બધું બરાબર ન ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે દિવાળી પહેલાં સુનીતાએ કંઈક એવું કહ્યું છે જે સાંભળીને ફૅન્સ ઇમોશનલ થઈ ગયા છે. સુનીતાએ જૂના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે હવે દિવાળીના દિવસે તેને પોતાનું ઘર સૂનું લાગે છે અને તે એકલી જ તહેવાર મનાવે છે.
સુનીતાએ દિવાળીની જૂની યાદો તાજી કરતાં કહ્યું હતું કે ‘સમયની સાથે પરિવારમાં ઘણું બદલાઈ ગયું છે. અગાઉ તહેવારના દિવસોમાં ઘર સંબંધીઓ અને બાળકોથી ભરેલું રહેતું હતું, પણ હવે બધાં મોટાં થઈ ગયાં છે અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે. આથી દિવાળીના દિવસે મને ઘરમાં પહેલાં જેવી રોનક અને ચહલપહલ નથી લાગતી. જોકે હું એકલી જ મારી ખુશી શોધી લઉં છું. હું ઘરમાં દીવડા પ્રગટાવીને અને મીઠાઈ ખાઈને તહેવાર ઊજવું છું. પહેલાં જ્યારે દિવાળી આવતી હતી ત્યારે મારું ઘર ભરેલું રહેતું હતું. ઘરમાં સાસુ હતાં, ભાણિયાઓ અને બાળકો હતાં. હવે બાળકો મોટાં થઈ ગયાં છે અને સાસુ પણ નથી એટલે હવે ઘર સૂનું-સૂનું લાગે છે. હું બાળકોને એવું ન કહી શકું કે તમે ઘરે જ રહો. બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે અને તમે કોઈને પરેશાન પણ ન કરી શકો.’


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK