સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ બે નાનકડા કલાકારો પણ ચર્ચામાં આવ્યા છે. ફિલ્મમાં તેઓ સલમાનના દીકરાઓનો રોલ કરી રહ્યા છે.
સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ બે નાનકડા કલાકારો પણ ચર્ચામાં આવ્યા છે. ફિલ્મમાં તેઓ સલમાનના દીકરાઓનો રોલ કરી રહ્યા છે. આ બે બાળકોનું નામ અજઈ અને ઇવાર છે અને તેઓ રિયલ લાઇફમાં જાણીતાં ટીવી-સ્ટાર્સ શબ્બીર અહલુવાલિયા અને કાંચી કૌલના દીકરાઓ છે.
અજઈ અને ઇવારને આટલી મોટી ફિલ્મમાં કામ કરવાની તક કેવી રીતે મળી એનો ઘટનાક્રમ પણ રસપ્રદ છે. ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’નું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યો છે અને તે શબ્બીર અને કાંચીનો બહુ જૂનો નજીકનો મિત્ર છે. આ કારણોસર ફિલ્મમાં જ્યારે સલમાનના દીકરાઓની ભૂમિકા ભજવવા માટે બે સગા ભાઈઓની જરૂર પડી ત્યારે અપૂર્વના મનમાં અજઈ અને ઇવારનાં નામ આવ્યાં. આ પછી શબ્બીર અને કાંચી પણ પોતાનાં બાળકોને આ ફિલ્મનો હિસ્સો બનાવવા માટે તૈયાર થઈ ગયાં.
અજઈ અને ઇવાર શુક્રવારે ફિલ્મના ટ્રેલર-લૉન્ચ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. અહીં બન્નેએ સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ સાથે તસવીરો પડાવી હતી. આ દરમ્યાન સલમાન બન્ને બાળકો સાથે મસ્તી કરતો અને તેમના પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો.
