Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Archies Leaked: રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર લીક થઈ સુહાનાની બહુચર્ચિત ફિલ્મ

The Archies Leaked: રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર લીક થઈ સુહાનાની બહુચર્ચિત ફિલ્મ

07 December, 2023 06:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત "ધ આર્ચિઝ" ફિલ્મને લઈને એક ખૂબ જ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. સુહાના અને ખુશીની આ ફિલ્મ પાયરસીનો શિકાર બની છે.

ધ આર્ચીઝ ફિલ્મ

ધ આર્ચીઝ ફિલ્મ


લાંબા સમયથી ચર્ચામાં રહેલી "ધ આર્ચિઝ" રિલીઝ થઈ ગઈ છે...હા, તે જ ફિલ્મ જેમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા અને શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી ખુશી કપૂરે ડેબ્યુ કર્યું છે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને એક ખૂબ જ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્ચીઝ પાયરસીનો શિકાર બની છે. આ ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા હતા. સમગ્ર સ્ટાર કાસ્ટના વખાણ થઈ રહ્યા હતા પરંતુ પાયરસીના સમાચારે બધાને પરેશાન કરી દીધા છે.


આર્ચીઝ ઓનલાઈન લીક થઈ



"ધ આર્ચીઝ" નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે અને નજીવી કિંમતના સબ્સ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. પરંતુ ફિલ્મ પાયરસીનો શિકાર બની છે અને ઓનલાઈન લીક થઈ ગઈ છે. અહેવાલ છે કે આ ફિલ્મ તમિલરોકર્સ, ટેલિગ્રામ અને અન્ય ઘણી પાયરસી સાઇટ્સ પર મફત ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તે Filmywap, Onlinemoviewatches, 123movies, 123movierulz જેવી બીજી ઘણી બધી સાઇટ્સ પર પણ છે.


પાયરસ એ સજાપાત્ર અને નિંદનીય ગુનો છે. તેની અસર માત્ર ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ પર જ પડતી નથી પરંતુ તે ફિલ્મની સમગ્ર ટીમને પણ અસર કરે છે,જે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે સતત કામ કરે છે. ફિલ્મ્સ થિયેટર્સમાં અથવા OTT પ્લેટફોર્મ પર શ્રેષ્ઠ રીતે બતાવવામાં આવે છે અથવા તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ફિલ્મ્સ લીક થવાથી ફિલ્મ ઉદ્યોગને મોટું નુકસાન થાય છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હોય.

ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ `ધ આર્ચીઝ` 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રીલિઝ ગઈ છે. આ ફિલ્મ સાથે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે શાહરૂખ ખાનની પ્રિય સુહાના ખાન અને જ્હાન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂર તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહી છે.  બોલિવૂડ સેલેબ્સ માટે ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. પ્રીમિયરમાં `ધ આર્ચીઝ` જોયા પછી, ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ તેનો પહેલો રિવ્યુ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK