‘ચાર આકર્ષક સ્ટોરીઝ. ત્રણ પ્રસિદ્ધ ડિરેક્ટર્સ, ચાર ટોચના ઍક્ટર્સ. આ બધી સ્ટોરીઝ સત્યજિત રેના જીવન પરથી પ્રેરિત છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૫ જૂને ‘રે’નું પ્રીમિયર થવાનું છે.’
સત્યજીત રે
સત્યજિત રેના જીવન પર આધારિત સ્ટોરીઝ ‘રે’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૫ જૂને રિલીઝ કરવામાં આવશે. એમાં ચાર સ્ટોરીઝ રહેશે. પહેલા એપિસોડનું નામ છે ‘હંગામા હૈ ક્યૂં બરપા’, જેમાં મનોજ બાજપાઈ અને ગજરાજ રાવ જોવા મળશે. બીજા એપિસોડ ‘ફર્ગેટ મી નૉટ’માં અલી ફઝલ, શ્વેતા બાસુ પ્રસાદ અને અનિન્દિતા બોઝ દેખાશે. ત્રીજા એપિસોડ ‘બહુરૂપિયા’માં કે. કે. મેનન, બિદિતા બેગ અને દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય જોવા મળશે અને ચોથા એપિસોડ ‘સ્પૉટલાઇટ’માં હર્ષવર્ધન કપૂર, ચંદન રૉય સાન્યાલ અને આકાંક્ષા રંજન કપૂર જેવા કલાકારો દેખાશે. આ સ્ટોરીઝનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી કે ‘ચાર આકર્ષક સ્ટોરીઝ. ત્રણ પ્રસિદ્ધ ડિરેક્ટર્સ, ચાર ટોચના ઍક્ટર્સ. આ બધી સ્ટોરીઝ સત્યજિત રેના જીવન પરથી પ્રેરિત છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૫ જૂને ‘રે’નું પ્રીમિયર થવાનું છે.’

