સોનુ સૂદે આ પ્રૉપર્ટી ૨૦૧૨માં ૫.૧૬ કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે લગભગ ૧૩ વર્ષ બાદ એને ૮.૧૦ કરોડ રૂપિયામાં વેચી દીધી છે
ગઈ કાલે પોતાના ઘરે ગણેશોત્સવની ઉજવણી દરમ્યાન સપરિવાર સોનુ સૂદ.
સોનુ સૂદે રિયલ એસ્ટમાં એક મોટી ડીલ કરી હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે સોનુએ મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા પ્રોજેક્ટનો ફ્લૅટ ૮.૧૦ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ સોદો આ જ મહિને થયો છે. દસ્તાવેજ પ્રમાણે આ ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૨૪૭ સ્ક્વેર ફીટ અને બિલ્ટ-અપ એરિયા ૧૪૯૭ સ્ક્વેર ફીટ છે. આ ફ્લૅટ સાથે બે પાર્કિંગ સ્પેસ પણ છે. આ ડીલ માટે ૪૮.૬૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. સોનુ સૂદે આ પ્રૉપર્ટી ૨૦૧૨માં ૫.૧૬ કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે લગભગ ૧૩ વર્ષ બાદ એને ૮.૧૦ કરોડ રૂપિયામાં વેચી દીધી છે. સોનુને આ ડીલમાં ૨.૯૪ કરોડ રૂપિયાનો નફો થયો છે.


