ચાહકોને સોનુ સૂદનો ઑન-સેટ મેજિક `ફતેહ` ફિલ્મના શૂટ દરમિયાન જોવા મળ્યો છે.

સોનુ સૂદ (ફતેહના સેટ પર)
ફિલ્મ ફતેહ માટે ચાહકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના ગમતા એક્ટર સોનુ સૂદને (Sonu Sood) જોવા માટે, જેને કારણે આ ફિલ્મ તેમને માટે ખાસ બની જાય છે. તાજેતરમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં ચાહકો પોતાના ગમતાં એક્ટરની એક ઝલક પામીને પાગલ થતાં જોવા મળ્યા, જ્યારે સોનુ સૂદ આ ફિલ્મના શૂટ માટે અલગ-અલગ લોકેશન્સ પર પહોંચ્યો.
પોતાના ટાઈટ શૂટિંગ શેડ્યૂલ છતાં સોનુ સૂદે પોતાના ચાહકોને મળના માટેનો સમય કાઢી લીધો. ફિલ્મ `ફતેહ`માં સોનુ લીડ રોલ ભજવી રહ્યો છે અને તેનો દાવો છે કે તેનું આ પાત્ર અને ફિલ્મ બન્ને તેના લૉયલ ફેનબૅઝને ખૂબ જ ગમશે, જે ઘણાં સમયથી આ ફિલ્મને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વીડિયોમાં સ્નિપેટમાં ચાલતી શૂટિંગની ઝલક પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.
પોતાના ચાહકો સુધી એક જબરજસ્ત સિનેમેટિક અનુભવ પહોંચાડવા માટે સોનુ સૂદ પોતે સ્પેશિયલ સ્ટન્ટ ટીમની મદદથી ડેરિંગ સ્ટન્ટ્સ પરફૉર્મ કરી રહ્યો છે. સોનુનો આ અંદાજ ફિલ્મમાં બતાવાવમાં આવેલ એક્શન સીક્વેન્સ પ્રત્યેનું તેનું સમર્પણ બતાવે છે.
આ પણ વાંચો : BMC: `મિશન એડમિશન` બાદ હવે પાલિકાના શિક્ષણ વિભાગનું આ છે નવું મિશન, જાણો વિગત
ફિલ્મ `ફતેહ`ને સોનુ સૂદના હોમ પ્રૉડક્શન સાથે જ ઝી સ્ટૂડિયોઝ અને શક્તિ સાગર મળીને પ્રૉડ્યૂસ કરી રહ્યા છે, જેમાં સોનુ અને જેક્લીન ફર્નાન્ડિઝ લીડ રોલમાં જોવા મળશે.