ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અગાઉ બન્નેએ ગુરુદ્વારા જઈને ભગવાનના આશીર્વાદ લીધા હતા

ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યાં સોનુ સૂદ અને જૅકલિન ફર્નાન્ડિસ
સોનુ સૂદ અને જૅકલિન ફર્નાન્ડિસ ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા માટે પહોંચ્યાં હતાં. આ બન્ને હાલમાં ‘ફતેહ’ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં અગાઉ બન્નેએ ગુરુદ્વારા જઈને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેઓ અમ્રિતસરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. એની એક વિડિયો ક્લિપ સોનુ સૂદે શૅર કરી હતી. બન્નેની આસપાસ ખૂબ ભીડ દેખાય છે. લોકો તેમની સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. ‘ફતેહ’ ફિલ્મની સ્ટોરી સાઇબર ક્રાઇમ પર આધારિત છે.
વાસ્તવિક ઘટના પર આધારિત આ સ્ટોરીની સ્ક્રિપ્ટ સોનુ સૂદે લખી છે. સાથે જ ફિલ્મ માટે કેટલાક પ્રોફેશનલ હૅકર્સની પણ મદદ લેવામાં આવી હતી. સોનુની સાથે જ જૅકલિન પણ આ ફિલ્મને લઈને ઉત્સુક છે.