સોનુ નિગમે BKCમાં ૩૦૮૨ સ્ક્વેર ફુટની કમર્શિયલ પ્રૉપર્ટી ₹૧૮ કરોડમાં વેચી હોવાના રિપોર્ટ છે. તેમણે આ જગ્યા ૨૦૨૩માં ₹૧૪.૩૦ કરોડમાં ખરીદી હતી. આમ, આ ડીલમાં તેમને ₹૩.૭૦ કરોડનો ફાયદો થયો હોવાનું કહેવાય છે.
સોનુ નિગમ
સોનુ નિગમે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ૩૦૮૨ સ્ક્વેર ફુટની કમર્શિયલ સ્પેસ ૧૮ કરોડ રૂપિયામાં વેચી હોવાના રિપોર્ટ છે. સોનુએ આ જ કમર્શિયલ સ્પેસ ૨૦૨૩માં ૧૪.૩૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આમ તેને આ ડીલમાં ૩.૭૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
આ પ્રૉપર્ટી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ટ્રેડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે. દસ્તાવેજો અનુસાર આ ટ્રાન્ઝૅક્શન ૪ સપ્ટેમ્બરે થયું હતું. દસ્તાવેજો પ્રમાણે આ પ્રૉપર્ટીનો કાર્પેટ એરિયા ૩૦૮૨ સ્ક્વેર ફુટ છે અને એની ડીલ ૧૮ કરોડ રૂપિયામાં થઈ છે.
કૈલાશ ખેરે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી પોતાની ઑફિસ-સ્પેસ ૧૦.૭૫ કરોડમાં વેચી
ADVERTISEMENT
કૈલાશ ખેરે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી પોતાની કમર્શિયલ ઑફિસ-સ્પેસ ૧૦.૭૫ કરોડ રૂપિયામાં વેચી દીધી છે. કૈલાશ ખેરે આ ઑફિસ-સ્પેસ ગયા વર્ષે નવેમ્બરમાં જ ૧૦.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને ખરીદીના માત્ર ૧૦ મહિનાની અંદર જ તેણે આ પ્રૉપર્ટી વેચી દીધી છે. કૈલાસ ખેરને આ ડીલમાં પચીસ લાખ વધુ મળ્યા છે. કૈલાશ ખેરની આ ઑફિસ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ‘ટ્રેડ સેન્ટર’ના સાતમા માળે આવેલી છે. ૨૬૧૯ સ્ક્વેર ફુટ કાર્પેટ એરિયા ધરાવતી આ ઑફિસ સાથે એક કાર પાર્કિંગ સ્પેસ પણ છે.
મારી ગુડિયા
સૈયારાગર્લ અનીત પડ્ડાના લેટેસ્ટ ફોટોશૂટ પર ફૅન્સ થયા ફિદા
‘સૈયારા’ગર્લ અનીત પડ્ડાએ સોશ્યલ મીડિયામાં તેની લેટેસ્ટ તસવીરો શૅર કરી છે જેમાં તેણે વેસ્ટર્ન આઉટફિટ પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. અનીતે આ લુક સાથે લાઇટ જ્વેલરી અને બ્લૅક ફુટવેઅર પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અનીતે આ તસવીરો શૅર કરતી વખતે કૅપ્શનમાં ગુલાબના ફૂલનું ઇમોજી મૂક્યું છે અને તેના ફૅન્સને આ તસવીરો બહુ ગમી છે. આ તસવીરો જોઈને એક વ્યક્તિએ તેને બાર્બી ડૉલ ગણાવી છે તો બીજા એક ચાહકે લખ્યું હતું કે ‘મારી ગુડિયા. શું હું તમને મારા ખિસ્સામાં રાખી શકું?’
