સોનુએ આ ફંક્શનની અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં ઇકરાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા
સોનુએ આ ફંક્શનની અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.
સિંગર સોનુ નિગમે તાજેતરમાં અબજોપતિ સુનીલ વાસવાણીની પુત્રી સરીના વાસવાણીનાં પૅરિસના કાન ખાતે યોજાયેલાં બહુચર્ચિત લગ્નમાં હાજરી આપી હતી અને તેની સાથે સંજય દત્ત પણ હતો. આ ફંક્શનમાં સંજયે પોતાની ૧૫ વર્ષની દીકરી ઇકરા સાથે હાજરી આપી હતી. સોનુએ આ ફંક્શનની અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં ઇકરાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફંક્શનમાં ઇકરા પપ્પાની બાજુમાં બેઠી હતી. તેણે ગુલાબી લેહંગો પહેર્યો હતો અને લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળમાં તે ગજબની ખૂબસૂરત દેખાતી હતી.
ઇકરા અને તેનો ભાઈ શાહરાન મમ્મી માન્યતા સાથે દુબઈ રહે છે અને ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. સંજય દત્ત દુબઈ અને મુંબઈ વચ્ચે જરૂરિયાત પ્રમાણે રહેવાનું પસંદ કરે છે. આને કારણે જ ટીનેજર ઇકરા લાંબા સમય પછી જાહેરમાં જોવા મળી હતી.


