સોનમે સોશ્યલ મીડિયા પર તેના નવા લુકની ઝલક પણ શૅર કરી છે. સોનમે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે
સોનમ કપૂરે હાલમાં તેના લાંબા અને કાળા વાળ કાપીને ૧૨ ઇંચના વાળ ચૅરિટી માટે દાન કર્યા છે
સોનમ કપૂરે હાલમાં તેના લાંબા અને કાળા વાળ કાપીને ૧૨ ઇંચના વાળ ચૅરિટી માટે દાન કર્યા છે. સોનમે સોશ્યલ મીડિયા પર તેના નવા લુકની ઝલક પણ શૅર કરી છે. સોનમે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે હેરકટ કરાવતી જોવા મળે છે. આ વિડિયોમાં સોનમ કહે છે કે ‘હેલો દોસ્તો, મેં મારા ૧૨ ઇંચ વાળ કાપવાનો નિર્ણય લીધો છે. મારા વાળ મારા પપ્પા અનિલ કપૂરના વારસાને લીધે ઘટ્ટ અને કાળા છે. મને લાગ્યું કે હવે સમય છે કે હું આ વાળ કાપીને ચૅરિટી માટે દાન કરું. છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા વાળની સંભાળ રાખતા મારા હેર-સ્ટાઇલિસ્ટ પીટે આ નિર્ણય લીધો. જોકે મારા વાળ હજી પણ લાંબા છે. લવ યુ ફ્રેન્ડ્સ.’


