Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરાના જન્મ બાદ વજન વધતાં આઘાત લાગ્યો હતો સોનમને

દીકરાના જન્મ બાદ વજન વધતાં આઘાત લાગ્યો હતો સોનમને

28 April, 2024 07:40 AM IST | Mumbai
Dr. Sudhir Shah | askgmd@mid-day.com

સોનમ કપૂર આહુજાએ ૨૦૨૨ની ૨૦ ઑગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે.

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજા


સોનમ કપૂર આહુજાએ ૨૦૨૨ની ૨૦ ઑગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. તેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે. દીકરાના જન્મ બાદ સોનમનું વજન ૩૨ કિલો વધી ગયું હતું. જોકે તેણે પોતાની જાતને સોળ મહિનાનો સમય આપીને ફરીથી પહેલાં જેવી બનાવી લીધી છે. એના માટે તેણે કોઈ પ્રકારની ઉતાવળ નહોતી કરી. એ વિશે સોનમ કહે છે, ‘મારું વજન બત્રીસ કિલો વધી ગયું હતું. શરૂઆતમાં મને આઘાત લાગ્યો હતો. તમે તમારા બાળક પાછળ એટલા તો ઘેલા હો છો કે તમે વર્કઆઉટ કરવામાં કે પછી યોગ્ય આહાર લેવાની ચિંતા નથી કરતા. મને ફરીથી શેપમાં આવવા માટે દોઢ વર્ષ લાગ્યું હતું. મેં ધીમે-ધીમે એની શરૂઆત કરી હતી. તમારી લાઇફમાં બધું બદલાઈ જાય છે. તમારી જાત સાથે અને તમારા હસબન્ડ સાથેના તમારા સંબંધો બદલાઈ જાય છે. બધું જ બદલાઈ જાય છે. તમારા શરીર વિશે તમને પહેલાં જેવી ફીલિંગ નથી આવતી. મારા આ નવા વર્ઝનનો મારે સ્વીકાર કરવો જ રહ્યો એવું મેં નક્કી કર્યું હતું.’

વજન ઘટાડવા વિશે સોનમ કહે છે, ‘મને ફરીથી પહેલાં જેવો શેપ મેળવવામાં ૧૬ મહિના લાગી ગયા હતા. કોઈ પણ પ્રકારની ક્રૅશ ડાયટ કે પછી ક્રેઝી વર્કઆઉટ પર ધ્યાન આપ્યા વગર માત્ર મારી અને બાળકની કાળજી લઈને હું આગળ વધી હતી. મારા શરીરને લઈને હું આભારી છું. મહિલા હોવું એ એક અદ્ભુત બાબત છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:40 AM IST | Mumbai | Dr. Sudhir Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK