૩૫મી વર્ષગાંઠે કિઆરા અડવાણીને પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપી રોમૅન્ટિક શુભેચ્છા
સિદ્ધાર્થ મલ્હોત્રા
શુક્રવારે કિઆરા અડવાણીની ૩૫મી વર્ષગાંઠ હતી. આ પ્રસંગે તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ મોડી રાત્રે ખૂબ જ રોમૅન્ટિક અંદાજમાં પત્નીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સિદ્ધાર્થની આ પોસ્ટ હવે સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. સિદ્ધાર્થે સોશ્યલ મીડિયામાં કિઆરાની એક તસવીર શૅર કરી છે જેમાં તે ગુલાબી રંગનો સલવાર-સૂટ પહેરીને મજાથી ચૉકલેટ આઇસક્રીમ ખાતી જોવા મળે છે. આ તસવીર સાથે સિદ્ધાર્થે કૅપ્શન લખી હતી કે ‘એ વ્યક્તિને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ જે દરેક દિવસને થોડો વધુ મીઠો બનાવી દે છે... પછી ભલે તે મારો આઇસક્રીમ ચોરી લેતી હોય.’
