Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પોતાને, માતા હીરાબાને ગાળો આપનારાં બાળકોને ‘ગુમરાહ બચ્ચે’ ગણાવીને માફ કર્યાં નરેન્દ્ર મોદીએ, અને કહ્યું...

પોતાને, માતા હીરાબાને ગાળો આપનારાં બાળકોને ‘ગુમરાહ બચ્ચે’ ગણાવીને માફ કર્યાં નરેન્દ્ર મોદીએ, અને કહ્યું...

Published : 02 August, 2026 08:49 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૈં આપકે લિએ જીતા હૂં, આપકે ઉજ્જ્વલ ભવિષ્ય કે લિએ ખપતા હૂં... બચ્ચોં આઓ, હમ મિલ કરકે દેશ કો આગે બઢાએ‍ ં

નરેન્દ્ર મોદી અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરનારાં બાળકો

નરેન્દ્ર મોદી અને અશોભનીય ભાષાનો પ્રયોગ કરનારાં બાળકો


દિલ્હીમાં જંતર મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન પોતાની અને પોતાનાં સ્વર્ગસ્થ માતાની વિરુદ્ધ અશોભનીય ભાષાનો પ્રયોગ કરનારાં બાળકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માફ કરી દીધાં છે. ૩૧ જુલાઈએ રાત્રે જાહેર કરેલા એક વિડિયો-સંદેશમાં નરેન્દ્ર મોદીએ આ બાળકોને હાલક કરી હતી કે આવો, સાથે મળીને દેશને આગળ લઈ જઈએ. વિડિયોમાં નરેન્દ્ર મોદી શું બોલ્યા એ વાંચો...

જંતર મંતર પર જો કુછ ભી હુઆ, દેશ ઔર દુનિયાને દેખા હૈ. કુછ શરારતી બચ્ચોં ને ભદ્દી-ભદ્દી ગાલિયાં બોલી. કિસી ભી સભ્ય સમાજ કો શોભા ન દે ઐસે શબ્દોં કા પ્રયોગ કિયા ગયા. મુઝે તો ગાલિયાં દી ગયીં, મેરી સ્વર્ગીય માતા કો ભી ગાલિયાં દી ગયીં. ન જાને કિતના ભદ્દા સ્વરૂપ થા. લેકિન મૈં આજ બાત કરના ચાહતા હૂં કિ બચપન મેં ગલતિયાં હોતી હૈં, ઔર બચપન મેં ગલતિયોં સે સુધરને કા અવસર ભી હોતા હૈ. ઔર યહી તો બચપના હૈ, ઔર ઇસલિએ મૈં સમાજ કે અંદર જો આક્રોશ હૈ ઉસકો ભલીભાંતિ સમજ સકતા હૂં. એક કલ્ચરલ શૉક હૈ કિ હમારી બેટિયાં ઇસ પ્રકાર કી ભાષા કૈસે બોલ સકતી હૈં. લેકિન સમય હૈ ઇન બચ્ચોં કો ગલે લગા કરકે રાહ દિખાને કા. યે ગુમરાહ બચ્ચે હૈં, ઉનકો રાહ દિખાના હમારા કામ હૈ. ઉનકો સઝા દેના, અદાલતોં કે ચક્કર કટવાના, સમાજ મેં ઉનકો પ્રતાડિત કરના... ઇસસે હમ પરિસ્થિતિયાં નહીં બદલ પાએંગે. મૈં ઉન્હેં માફ કરના ચાહતા હૂં. સમાજ ભી મેરી બાત કો સ્વીકાર કરે, ક્યોંકિ મેરે મન મેં એક હી ભાવ હૈ... કભી-કભી દાંતો તલે હમારી જીભ આ જાતી હૈ, ખૂન નિકલ આતા હૈ, લેકિન હમ દાંત તોડતે નહીં હૈં; ક્યોંકિ દાંત ભી હમારે હૈં, જીભ ભી હમારી હૈ; બચ્ચે ભી હમારે હૈં. ઉન્હેં રાહ દિખાના હમારા કામ હૈ. ગુમરાહ કો રાહ દિખાના કઠિન હોતા હૈ, લેકિન કઠિન કામ હમકો કરના હૈ ઔર ઇસલિએ આઓ... મૈં ઇન બચ્ચોં કો કહતા હૂં બચ્ચોં આઓ, હમ દેશ કે લિએ સાથ મિલ કરકે આગે બઢેં. કુછ નયા સીખેં, ગલતિયોં સે ભી સીખેં, અપને સપનોં કો લેકર ચલ પડેં. દેશ બહોત આગે બઢ રહા હૈ, આગે બઢનેવાલા હૈ, ઔર આપકા ભી આગે બઢના નિશ્ચિત હો યહી મેરા સપના હૈ. મૈં આપકે લિએ જીતા હૂં, આપકે ઉજ્જવલ ભવિષ્ય કે લિએ ખપતા હૂં. આઓ, હમ મિલ કરકે દેશ કો આગે બઢાએં. બહોત બહોત ધન્યવાદ દોસ્તોં, બસ, આઓ, ગલતિયોં સે સીખો, આગે બઢો.



નરેન્દ્ર મોદીએ બાળકોને માફ કર્યા એ પછી તેમને ગાળો આપનારી રુચિકા સિંહનો માફી-વિડિયો આવ્યો


મૈં સિર્ફ પંદ્રહ સાલ કી હૂં, મૈં પૂરે દેશ સે માફી માંગતી હૂં, યે મેરી પહલી ઔર આખરી ગલતી હોગી, મૈં ઇતની શર્મિન્દા હૂં કિ અપની નઝરેં ભી નહીં  ઉઠા પા રહી હૂં

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના 
વિરોધ-પ્રદર્શન વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક કમેન્ટ્સ કરનારી રુચિકા સિંહે જાહેર માફી માગી છે. તેણે કહ્યું હતું કે હું ૧૫ વર્ષની છું, આ હરકત માટે શરમ અનુભવું છું અને આ ઘટના મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. નરેન્દ્ર મોદીએ બાળકોને માફ કરતો 
વિડિયો-સંદેશ જાહેર કર્યો એ પછી રુચિકાનો માફી માગતો વિડિયો-સંદેશ આવ્યો હતો. રુચિકા ૨૫ વર્ષની છે એવું કહેવાતું હતું, પણ વિડિયોમાં તેણે કહ્યું છે કે હું ૧૫ વર્ષની છું.
શું કહ્યું રુચિકા સિંહે?
જુલાઈ કો મૈં CP (કનૉટ પ્લેસ) ગયી થી અપને ફ્રેન્ડ્સ કે સાથ. ફિર વહાં પે પ્રોટેસ્ટ હો રહા થા. મૈંને વહાં પે કોક પી. વહાં ગ્રુપ્સ બને થે બહુત સારે. વો લોગ બહુત ચીઝેં બોલ રહે થે, બહુત ગાલી દે રહે થે પ્રધાનમંત્રીજી કો. મૈં ભી ઇન્ફ્લુઅન્સ મેં આકે... તુમ લોગ ભી બોલો, સબ બોલો, સબ બોલો કરકે મૈંને વહાં બહુત ચીઝેં બોલીં. મૈં અભી સિર્ફ પંદ્રહ સાલ કી હૂં, મૈંને જો કરા વો માફી કે લાયક નહીં થા. મૈંને બહુત ગંદી ચીઝેં બોલી હૈં, પર યે મેરી પહલી ઔર આખરી ગલતી હોગી, ઇસકે બાદ મૈં ઐસા કુછ નહીં કરુંગી ઔર નાહી વો ચીઝ મૈંને કભી પોસ્ટ કી થી. મૈં પૂરે દેશ સે માફી માંગતી હૂં. મૈં ઇતની શર્મિન્દા હૂં કિ અપની નઝરેં ભી નહીં ઉઠા પા રહી હૂં. મૈં સબસે માફી માંગ રહી હૂં, મુઝે પ્લીઝ માફ કર દીજિએ, પ્લીઝ.


ફ્રેન્ડ, સિર્ફ રીલ પર માફ કરોગે યા કેસિસ ભી વાપસ લોગે? અભિજિત દીપકે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ નરેન્દ્ર મોદીના વિડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘ફ્રેન્ડ, સિર્ફ રીલ પર માફ કરોગે યા કેસિસ ભી વાપસ લોગે?’

પચીસ વર્ષની કે ૧૫ વર્ષની?
સુપ્રીમ કોર્ટનાં વકીલ સ્મૃતિ સિંહ ચંદેલે રુચિકા સિંહ સામે નોંધાવેલી ફરિયાદમાં તેની ઉંમર પચીસ વર્ષની હોવાનું જણાવ્યું હતું, જ્યારે રુચિકાએ પોતે ૧૫ વર્ષની હોવાનો દાવો કર્યો હતો. આ મુદ્દે સ્મૃતિ સિંહ ચંદેલે કહ્યું હતું કે મેં વાઇરલ વિડિયોના કમેન્ટ્સ સેક્શનમાં પોસ્ટ કરેલી માહિતી પર આધાર રાખ્યો હતો, જ્યાં કોઈએ છોકરીને રુચિકા સિંહ તરીકે ઓળખાવી હતી જે પચીસ વર્ષની હતી અને સૅલોંમાં કામ કરતી હતી. છોકરીની ઓળખ કે ઉંમર સ્વતંત્ર રીતે ચકાસ્યા વિના એ માહિતીના આધારે નોએડામાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવામાં આવ્યો હતો.

લો કર લો બાત, દેશ ઇનસે માફી માંગને કો કહ રહા હૈ, ઇન્હોંને દેશ કો માફ કર દિયા ઃ કૉન્ગ્રેસ
નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે પ્રસારિત કરેલા વિડિયો-મેસેજ પર કૉન્ગ્રેસે કટાક્ષ કર્યો હતો. વડા પ્રધાનના વિડિયો અને પોસ્ટને ટૅગ કરીને કૉન્ગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર હિન્દીમાં એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘લો કર લો બાત, દેશ ઇનસે માફી માંગને કો કહ રહા હૈ, ઇન્હોંને દેશ કો માફ કર દિયા.’

CJP હવે જંતર મંતરના આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવા ચાહે છે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ જંતર મંતર પર કરેલા આંદોલનને મળેલી સફળતા બાદ એને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તાજેતરનાં વર્ષોમાં ભારતના આ સૌથી મોટાં વિદ્યાર્થી વિરોધ-પ્રદર્શનો હતાં જેનું નેતૃત્વ નવાસવા યુવાનોને કર્યું હતું. 
આ મુદ્દે CJPના ૨૭ વર્ષના પ્રવક્તા અને ભૂતપૂર્વ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ સૌરવ દાસે દિલ્હીમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સત્તા મેળવવા આપેલાં વચનો માટે સરકારને જવાબદાર ઠેરવવા અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન બનાવવા માગીએ છીએ, આ જૂથ દરેક જિલ્લામાં કાર્યકરો સાથે એક પાયાનું સંગઠન બનાવવા માગે છે. 
CJPની રાજકીય મહત્ત્વાકાંક્ષા વિશે સૌરવ દાસે જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર મજાકથી માત્ર બે મહિનામાં એક સામૂહિક વિદ્યાર્થી-આંદોલનમાં ફેરવાઈ ગયેલા આ જૂથની રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવવાની કોઈ તાત્કાલિક યોજના નથી. એના બદલે અમે દેશભરમાં પ્રવાસ કરવાની, યુવાનોની ચિંતાઓ સાંભળવા માટે ગામડાઓમાં જાહેર સભાઓ યોજવાની અને બેરોજગારી, ફુગાવા અને ખાદ્ય સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વધુ સરકારી જવાબદારીની માગણી કરવાની યોજના ધરાવીએ છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 08:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK