શ્રદ્ધા કપૂરે હાલમાં પ્રોફેશનલ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ LinkedIn પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું હતું
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે હાલમાં પ્રોફેશનલ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ LinkedIn પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું હતું. આ અકાઉન્ટ વેરિફાઇડ હોવા છતાં એને ફેક ગણીને બ્લૉક કરી દેવામાં આવ્યું છે. હાલમાં શ્રદ્ધાએ સોશ્યલ મીડિયા પર ફરિયાદ કરી છે કે તેનું અસલી અકાઉન્ટ ફેક જાહેર થયા પછી લોકો તેની પ્રોફાઇલ જોઈ શકતા નથી.
શ્રદ્ધા કપૂરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું, ‘પ્રિય LinkedIn, હું મારા પોતાના અકાઉન્ટનો ઉપયોગ કરી શકતી નથી કારણ કે LinkedIn એને ફેક માને છે. શું કોઈ મને મદદ કરી શકે છે? અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, પ્રીમિયમ છે અને વેરિફાઇડ પણ છે પરંતુ કોઈ એને જોઈ શકતું નથી. હું મારી ઉદ્યોગસાહસિક સફર શૅર કરવા માગું છું પરંતુ અકાઉન્ટ શરૂ કરવું એ પોતે જ એક સફર બની ગયું છે.’


