શત્રુઘ્ન સિંહાએ તેમને સાજા કરનારા ડૉક્ટરોને પાર્ટી આપી
હવે તેમની હેલ્થ સારી છે અને ઝડપથી રિકવરી થઈ રહી છે ત્યારે તેઓ પાર્ટીના મૂડમાં આવી ગયા હતા. માંદગીમાંથી બેઠા કરવામાં મદદ કરનારા કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના ડૉક્ટર્સ અને બૉલીવુડના નજીકના કેટલાક મિત્રો માટે તેમણે પાર્ટીનું આયોજન કર્યું હતું. ડૉક્ટર્સ ઉપરાંત અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ પાર્ટીમાં આવ્યાં હતાં.
અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે સિંહાપરિવાર ખુશખુશાલ નજરે પડી રહ્યો હતો. પાર્ટીમાં પૂનમ સિંહા અને સોનાક્ષી પર્ફેક્ટ હોસ્ટ બન્યાં હતાં.