Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શર્વરીએ સ્ટાઇલમાં પહેર્યું મમ્મીનું જૂનું પટોળું

શર્વરીએ સ્ટાઇલમાં પહેર્યું મમ્મીનું જૂનું પટોળું

Published : 02 November, 2026 03:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શર્વરીએ પટોળામાં ક્લિક કરેલી તેની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને એની સાથે જોડાયેલી લાગણીસભર વાત પણ જણાવી હતી.

શર્વરીએ સ્ટાઇલમાં પહેર્યું મમ્મીનું જૂનું પટોળું

શર્વરીએ સ્ટાઇલમાં પહેર્યું મમ્મીનું જૂનું પટોળું


૨૭ નવેમ્બરે રિલીઝ થઈ રહેલી રાજશ્રી પ્રોડક્શન્સની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ની લીડ ઍક્ટ્રેસ શર્વરીએ આ ફિલ્મના પ્રમોશનના એક કાર્યક્રમમાં મમ્મીની જૂની પટોળા સાડીને કૉર્સેટ બ્લાઉઝ સાથે આધુનિક સ્ટાઇલમાં પહેરીને એને નવો લુક આપ્યો હતો. શર્વરીએ પટોળામાં ક્લિક કરેલી તેની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરીને એની સાથે જોડાયેલી લાગણીસભર વાત પણ જણાવી હતી.
આ પોસ્ટમાં શર્વરીએ લખ્યું હતું કે ‘જ્યારે મારી આઈએ પહેલી વાર ‘ઝુમકા પટોલા’ જોયું હતું ત્યારે તેની આંખોમાં દેખાતો પ્રેમ અને ગર્વ હું ક્યારેય નહીં ભૂલી શકું. તેણે આશીર્વાદરૂપે મને તેની સુંદર ગુલાબી પટોળા સાડી ભેટ આપી હતી. વર્ષોથી તેણે આ સાડી પહેરી છે અને તેની સાથે અનેક સુંદર યાદો જોડાયેલી છે. તેની આટલી કિંમતી વસ્તુને નવો અંદાજ આપીને ફિલ્મના પ્રમોશન માટે પહેરવાનો અનુભવ મારા માટે ખૂબ જ ખાસ રહ્યો છે. સાડી પહેરેલી તેની જૂની તસવીરો જોવી અને ત્યાર બાદ અમે તૈયાર કરેલા નવા અંદાજને જોઈને તેની પ્રતિક્રિયા નિહાળવી એ મારા માટે અમૂલ્ય ક્ષણ હતી. મમ્મીની સાડી પહેરવી એટલે જાણે તેના પ્રેમ અને આશીર્વાદના પાલવમાં વીંટળાઈ જવા જેવું છે. આઈના પાલવમાંથી મારી સફરને આશીર્વાદ આપો.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK