Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૅકરે ફક્ત ૪ કલાકમાં ૪૩૮ ટ્રાન્ઝૅક્શનમાં કંપનીના ૮.૯૩ કરોડ રૂપિયા તફડાવી લીધા

હૅકરે ફક્ત ૪ કલાકમાં ૪૩૮ ટ્રાન્ઝૅક્શનમાં કંપનીના ૮.૯૩ કરોડ રૂપિયા તફડાવી લીધા

Published : 02 November, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐરોલીની NBFCની સિસ્ટમ હૅક કરીને પૈસાની ઉચાપત કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઐરોલીમાં આવેલી એક નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની (NBFC) પર થયેલા સાઇબર અટૅકને પગલે કંપનીએ આશરે ૮.૯૩ કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. હૅકરે કંપનીની સિસ્ટમ હૅક કરીને ૪૩૮ ગેરકાયદે ટ્રાન્ઝૅક્શન કરીને ફક્ત ૪  કલાકમાં ૮.૯૩ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના ૨૮ ઑક્ટોબરે બુધવારે બની હોવાનું સાઇબર પોલીસે જણાવ્યું હતું. 
આ મામલે ૩૦ ઑક્ટોબરે નવી મુંબઈ સાઇબર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંપનીના સેક્રેટરીએ નોંધાવેલી ફરિયાદના આધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. એ પછી બેનિફિશિયરી (લાભાર્થી)ઓનાં અકાઉન્ટ્સ ફ્રીઝ કરીને ૪૦ લાખ રૂપિયા સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા. 
નવી મુંબઈ સાઇબર પોલીસે આપેલી માહિતી અનુસાર આ સાઇબર અટૅક માયરે અસેટ ફાઇનૅન્સ સર્વિસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ પર ૨૮ ઑક્ટોબરે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા દરમ્યાન થયો હતો. હૅકર કંપનીની લોન ઓરિજિનેટિંગ સિસ્ટમ (LOS)ના ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API)માં ઘૂસવામાં સફળ થયો હતો અને કંપનીના બિઝનેસ પાર્ટનર કિશ્તની ઓળખ વાપરીને, તેના પ્રોડક્ટ કોડનો ઉપયોગ કરીને પૈસા પડાવ્યા હતા. 
પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ઉપરાંત ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK