મહાશિવરાત્રિ નિમિત્તે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને લખેલા ગીત ‘દેવાધિ દેવ’માં અમૃતા ફડણવીસે પણ અવાજ આપ્યો છે
દેવેન્દ્ર ફડનવીસ , શંકર મહાદેવન
ઑસ્કર અવૉર્ડ વિજેતા શંકર મહાદેવન ‘દેવાધિ દેવ’ ગીત લઈને આવ્યો છે. આ ગીતને મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લખ્યું છે. એ ગીતમાં મહામૃત્યુંજય મંત્ર પણ છે જેને દેવેન્દ્ર ફડણવીસનાં વાઇફ અમૃતા ફડણવીસે ગાયો છે. આ ગીતને લઈને શંકર મહાદેવને કહ્યું કે ‘નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુંદર રીતે લખેલા અને સુંદર સંગીતથી સજેલા ‘દેવાધિ દેવ’ને ગાવું મારા માટે સન્માનની વાત છે. એક સંગીતકાર માટે સંગીતના ભક્તિપૂર્ણ પાસાને સામે લાવવા માટે ભગવાન શિવના તમામ ગુણોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’ બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘હું નાનો હતો ત્યારથી જ મારો પરિવાર મહાશિવરાત્રિ ઊજવે છે. ભગવાન શિવ અને શિવપુરાણની તેમની સ્ટોરીએ મારા પર અસર છોડી છે. મારી વાઇફ એક સિંગર હોવાથી તેને આ ગીતમાં ક્ષમતા દેખાઈ અને તેણે તરત શંકર સાથે એ વિશે ચર્ચા કરી. મને એ વાતની ખુશી છે કે શંકરે આ ગીતને કમ્પોઝ કર્યું અને ખૂબ જ સુંદર રીતે ગાયું છે. અમૃતાએ પણ એમાં નાનકડો પાર્ટ ગાયો છે એની મને ખુશી છે.’

