ભારત સરકારે કોવિડના વધતા ફેલાવાને જોતાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી છે
શક્તિ કપૂર
શક્તિ કપૂરે બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. ભારત સરકારે કોવિડના વધતા ફેલાવાને જોતાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી છે. એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હાલમાં તો આ બૂસ્ટર ડોઝ હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, ૬૦ વર્ષની ઉપરના અને કોમૉર્બિડિટીઝના નાગરિકોને આપવામાં આવે છે. એની જાહેરાત થતાં અનેક ઍક્ટર્સે આગળ આવીને આ ડોઝ લઈ લીધો છે. થોડા દિવસ અગાઉ ધર્મેન્દ્રએ પણ આ ડોઝ લીધો છે. બૂસ્ટર ડોઝ લેતી વેળાની ક્લિપ ઇન્સ્ટાસ્ટરી પર શક્તિ કપૂરે શૅર કરી છે.