Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલા પિરિયડ-પેઇનને લીધે મેડિકલ-સ્ટોર ન જઈ શકી તો સ્વિગીનો ડિલિવરી-બૉય દવા લઈ આવ્યો

મહિલા પિરિયડ-પેઇનને લીધે મેડિકલ-સ્ટોર ન જઈ શકી તો સ્વિગીનો ડિલિવરી-બૉય દવા લઈ આવ્યો

26 April, 2024 10:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એક જેસ્ચરથી મહિલાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે ટિપ આપીને ડિલિવરી-બૉયની ભલાઈ બદલ આભાર માન્યો.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


કોઈ અજાણી વ્યક્તિ આપણા પ્રત્યે ઈમાનદારી દાખવે કે મદદ કરે ત્યારે માનવતામાં વિશ્વાસ કરવા માટેનું જાણે એક કારણ મળી જાય છે. એક મહિલાને પણ તાજેતરમાં આવો જ અનુભવ થયો હતો જ્યારે તે પોતે પેટના દુખાવાના કારણે મેડિકલ સ્ટોર ન જઈ શકતાં ફૂડ ડિલિવરી-બૉયે તેને મદદ કરી હતી. મહિલાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું હતું કે પિરિયડ-પેઇનને કારણે તેની હાલત એવી હતી કે તે મેડિકલ સ્ટોર પણ જઈ શકે એમ નહોતી. તેણે સ્વિગી પર ફૂડ ઑર્ડર કર્યું હતું અને ડિલિવરી-બૉય પાર્સલ આપવા માટે આવ્યો ત્યારે તેને દવા લઈ આવવા માટે વિનંતી કરી હતી. ડિલિવરી-બૉય માણસાઈ બતાવીને મહિલા માટે દવા લઈ આવ્યો હતો. આ એક જેસ્ચરથી મહિલાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે ટિપ આપીને ડિલિવરી-બૉયની ભલાઈ બદલ આભાર માન્યો.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK